બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / PM's public address at Racecourse in Rajkot

PMનો રાજકોટ પ્રવાસ / 'ભ્રષ્ટાચાર અને પરિવારવાદવાળાઓએ પોતાની જમાતનું નામ બદલી નાખ્યું', રેસકોર્સ મેદાનથી PM મોદીનો લલકાર

Dinesh

Last Updated: 06:23 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધામંત્રીએ કહ્યું કે,લીલી ઝંડી દેખાડવાનો મોકો મને રાજકોટે આપ્યો છે તેમજ રાજકોટમાં નવું એરપોર્ટ બનતા જ દુનિયાના શહેરોની સીધી ફ્લાઈટ સંભવ બની છે

  • રાજકોટમાં રેસકોર્સ ખાતે PMનું જનસભાને સંબોધન
  • 'સરકારના પ્રયાસોથી દેશમાં ગરીબી ઓછી થઈ રહી છે'
  • 'પાંચ વર્ષોમાં 13.5 કરોડ લોકો ગરીબીથી બહાર નીકળ્યા'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. જેમણે અહીં ટર્મિનલ બિલ્ડિંગ ખાતેથી રૂપિયા 1405 કરોડના ખર્ચે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરીને જનતાને સમર્પિત કર્યું છે. ત્યાર બાદ વડાપ્રધાને આ એરપોર્ટના રન વે, ટર્મિનલ સહિતની કામગીરીનું નિરિક્ષણ પણ કર્યું હતું. જે બાદમાં તેઓ રાજકોટમાં રેસકોર્સ ખાતે જનસભાને સંબોધન કર્યું છે. આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે રાજકોટ સાથે સાથે ગુજરાત માટે મોટો દિવસ છે.

'એરપોર્ટથી ઉદ્યોગોને ખૂબ લાભ થશે'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આ એરપોર્ટથી ઉદ્યોગોને ખૂબ લાભ થશે. વધુમાં કહ્યું કે, અમે સુશાનની ગેરેન્ટી આપી હતી તે પૂરી કરી રહ્યાં છીએ તેમજ ગરીબ હોય, દલીત હોય કે આદીવાસી હોય જે તમામનું જીવન સારૂ બનાવવા માટે સતત કામ કર્યું છે. તેમણે કહ્યું કે અમારી સરકારના પ્રયાસોથી દેશમાં ગરીબી ઓછી થઈ રહી છે. હમણા આવેલા રિપોર્ટ મુજબ અમારી સરકાના પાંચ વર્ષોમાં 13.5 કરોડ લોકો ગરીબીથી બહાર નીકળ્યા છે.

'ખેડૂતોને વધુ ભાવ મળે તો કહે છે મોંઘવારી છે'
PM મોદીએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર અને પરિવારવાદ વાળાઓએ પોતાની જમાતનું નામ બદલી નાખ્યું છે પરંતુ તેમનો ઇરાદો આજે પણ એજ છે વધુમાં ઉમેર્યું કે, ખેડૂતોને વધુ ભાવ મળે તો કહે છે મોંઘવારી છે.

'દુનિયાના શહેરોની સીધી ફ્લાઈટ સંભવ બની'
પ્રધામંત્રીએ કહ્યું કે, લીલી ઝંડી દેખાડવાનો મોકો મને રાજકોટે આપ્યો છે તેમજ રાજકોટમાં નવું એરપોર્ટ બનતા જ દુનિયાના શહેરોની સીધી ફ્લાઈટ સંભવ બની છે. તેમણે ઉમેર્યું કે, અમારી સરકારની પ્રાથમિકતામાં મિડલ ક્લાસ પણ છે નિયો મિડલ ક્લાસ પણ છે એટલે કે સંપૂર્ણ રીતે મધ્યમ વર્ગ છે. તેમણે કહ્યું કે, અગાઉ પરિવહનને લઈ ફરિયાદો હતી પરંતું આજે દેશમાં વંદે ભારત જેવી સેવા આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, હવાઈ સેવામાં ભારતે નવા વિકાસની ઉંચાઈ આંબી છે અને આજે 1 હજાર વિમાન ઓર્ડર બુક છે. વધુમાં એમ પણ કહ્યું કે, ચૂંટણી સમયે મેં કહ્યું હતું કે, ગુજરાત પ્લેન પણ બનાવશે અને આજે ગુજરાત એ દિશામાં આગળ વધી રહ્યું છે.

વિકાસ કાર્યોની ભેટ
રાજકોટમાં રૂપિયા 2033 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં હિરાસર પાસે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજનાની લિન્ક-3ના પેકેજ 8 તથા 9, રાજકોટમાં સૌરાષ્ટ્રના પ્રથમ મલ્ટિલેવલ ઓવરબ્રિજ સહિતના વિવિધ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ