ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / PM Narendra Modi With Vladimir Putin In Russia Eastern Economic Forum

મુલાકાત / ભારત અને રશિયાની દોસ્તીનો નવો અધ્યાય, 15 MOU પર થયા હસ્તાક્ષર

Published By: vtvAdmin

Last Updated: 07:01 PM, 4 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય અને પ્રતિનિધિ મંડળ-સ્તરની વાતચીત બાદ કેટલાક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, બંન્ને રાષ્ટ્રોના નેતાઓની હાજરીમાં ભારત અને રશિયાના પ્રતિનિધિઓ વચ્ચે 15 કરાર અને મેમોરેન્ડમની આપ-લે કરવામાં આવી હતી.

ADVERTISEMENT

પ્રધાનમંત્રી મોદીને મળશે રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

રશિયાના પોર્ટ ટાઉન વ્લાદિવોસ્તોકમાં રશિયા અને ભારતના ડેલિગેશન વચ્ચે 20માં રાષ્ટ્રીય સમ્મેલન બાદ બંન્ને રાષ્ટ્રો વચ્ચે સંરક્ષણ, ટેકનીક, એનર્જીથી લઇને સ્પેશ મિશન સુધીના અગત્યના મુદ્દે કરાર કરવામાં આવ્યા હતા. 

આ સાથે જ રશિયાએ પ્રધાનમંત્રી મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ સેંટ એન્ડ્રુ ધ અપોસ્ટલ' આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અવસરે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, સ્પેસમાં અમારો લાંબો સહયોગ સફળતાના શિખરો સર કરશે. ગગનયાન એટલે કે ભારતીય હ્યુમન સ્પેસ ફ્લાઇટ માટે ભારતના એસ્ટ્રોનટ્સ રશિયામાં ટ્રેનિંગ લેશે. 

36 કલાકની ટૂંકી મુલાકાત 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે રશિયા પહોંચ્યા હતા. પીએમ મોદી વ્હાદિવોસ્તોકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ અહીં વ્હાદિમીર પુતિનની સાથે શિપ બિલ્ડીંગ કોમ્પેક્સની મુલાકાત લીધી અને પ્રદર્શન નિહાળ્યું.

ગાર્ડ ઓફ ઓનર દ્વારા અપાયું સન્માન 

ઉલ્લેખનીય છે આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા ખાતે ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા બે દિવસના રશિયાની મુલાકાતે પહોંચ્યા હતાં. પીએમ મોદી ભારતીય સમય અનુસાર બુધવારે વહેલી સવારે રશિયા પહોંચ્યા હતા. પીએમ મોદીનું વ્હાદિવોસ્તોક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. પીએમ મોદી ત્યારબાદ વ્હાદિવોસ્તોકના સુદૂર પૂર્વી સંઘીય વિશ્વવિદ્યાલય પહોંચ્યા, જ્યાં ભારતીય પ્રવાસીઓએ પીએમ મોદીનું શાનદાર સ્વાગત કર્યું. 

સંકળાયેલા મુદ્દાઓ

PM Narendra Modi World News vladimir putin ગુજરાતી ન્યૂઝ નરેન્દ્ર મોદી રશિયા PM Modi in Russia

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ