pm modi nepal visit lumbini live and latest updates
BIG NEWS /
બુદ્ધ પૂર્ણિમાના દિવસે PM મોદી નેપાળના લુમ્બિની પહોંચ્યા, માયા દેવી મંદિરમાં કરી પૂજા અર્ચના
Team VTV11:30 AM, 16 May 22
| Updated: 03:17 PM, 16 May 22
બુદ્ધ પૂર્ણિમાના અવસર પર પ્રધાનમંત્રી મોદી આજે નેપાળના પ્રવાસે ગયા છે. નેપાળના લુમ્બિનીમાં મોદી પોતાની સમકક્ષ શેર બહાદુર દેઉબાને મળ્યા હતા.
આજે બુદ્ધ પૂર્ણિમાનો દિવસ
પીએમ મોદી નેપાળની મુલાકાતે પહોંચ્યા
અહીં પવિત્ર જગ્યાએ પૂજા અર્ચન કર્યું
બુદ્ધ પૂર્ણિમાના અવસર પર પ્રધાનમંત્રી મોદી આજે નેપાળના પ્રવાસે ગયા છે. નેપાળના લુમ્બિનીમાં મોદી પોતાની સમકક્ષ શેર બહાદુર દેઉબાને મળ્યા હતા. બંનેએ મહામાયા મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી. ત્યાં અન્ય કેટલાય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. પાછા આવતા પીએમ મોદી લખનઉમાં સીએમ યોગીના નિવાસ સ્થાને જશે. જ્યાં યુપીના મંત્રીઓ સાથે તેમની મીટિંગ છે. આ પ્રવાસ માટે પીએમ મોદી પહેલા દિલ્હીથી કુશીનગર પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ M-17 હેલીકોપ્ટરથી નેપાળ જવા રવાના થયા હતા. સાંજે પાછા આવતા તેઓ ફરી કુશીનગર લેંડ કરશે અને ત્યાંથી લખનઉ જશે.
#WATCH PM Narendra Modi and Nepal PM Sher Bahadur Deuba offer prayers at Mahamayadevi Temple in Lumbini, Nepal
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પીએમ શેર બહાદુર દેઉબાએ લુમ્બિનીમાં માયા દેવી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ અગાઉ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, નેપાળના શાનદાર લોકોની વચ્ચે આવીને અત્યંત ખુશ છું. ત્યાર બાદ પીએમ મોદી દેઉબા સાથે દ્વિપક્ષીય મુદ્દા પર ચર્ચા કરશે. તેમાં વિજળી પ્રોજેક્ટ, વિકાસ અને કનેક્ટિવિટી સામેલ છે.