બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / pm kisan you can not only get rs 6000 you may get rs 36000 yearly just have to do this
Bhushita
Last Updated: 08:27 AM, 23 April 2021
ADVERTISEMENT
પીએમ કિસાન યોજનાનો 8મો હપ્તો મળવાની તૈયારી છે. દેશના 11 કરોડથી વધારે ખેડૂતો મોદી સરકારની આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. પરંતુ ઓછા લાભાર્થીઓ જાણે છે કે તેઓ કોઈ પણ ડોક્યૂમેન્ટ વિના પીએમ કિસાન સમ્માન નિધિના લાભાર્થી છે તો તેઓ એક પણ રૂપિયાના ખર્ચ વિના સરકાર પાસેથી દર મહિને 3000 રૂપિયા મેળવવાના હકદાર છે. એટલે કે તેમને વર્ષે 36000 રૂપિયા મળી શકે છે.
ADVERTISEMENT
શું છે ખાસિયત
પીએમ કિસાન માનધન યોજનાની ખાસિયત છે કે જો તમે પીએમ કિસાન સમ્માન નિધિના લાભાર્થી છો તો તમારે કોઈ ડોક્યૂમેન્ટ જમા કરાવવાનો રહેતો નથી. તમને મોદી સરકારની આ યોજનાના તમામ લાભ મળે છે. પીએમ કિસાનના લાભાર્થીને કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ અને પીએમ કિસાન માનધન યોજનાનો લાભ આપી રહી છે. માનધન યોજનાના માટે કોઈ ડોક્યૂમેન્ટની જરૂર નથી.
એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના મળશે 36000 રૂપિયા
પીએમ કિસાન માનધન યોજનાના આધારે નાના અને સીમાંત ખેડૂતોને દર મહિને પેન્શન આપવાની યોજના છે. તેમા 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયા એટલે કે 36 હજાર રૂપિયા વાર્ષિક પેન્શન મળે છે. જો કોઈ ખેડૂત પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમનો લાભ લઈ રહ્યો છે તો તેને પીએમ કિસાન માનધન યોજના માટે કોઈ ડોક્યૂમેન્ટ આપવાના રહેતા નથી, કેમકે ખેડૂતના તમામ ડોક્યૂમેન્ટ ભારત સરકાર પાસે છે.
જાણો કઈ રીતે મળે છે લાભ
પીએમ કિસાન સ્કીમથી મળતા લાભમાં સીધી જ આ રકમના વિકલ્પને પસંદ કરવાની છૂટ છે. આ રીતે ખેડૂતને પોતાના ખિસ્સામાંથી એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો રહેતો નથી અને તેને વાર્ષિક 36000 રૂપિયા મળી રહે છે. પીએમ કિસાન સમ્માનના લાભાર્થી નથી તો પણ તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.
કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ
કિસાન માનધન યોજનાના આધારે 18-40 વર્ષની ઉંમર સુધીના કોઈ પણ ખેડૂત તેમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે. જો કે કિસાન આ યોજનાનો ફાયદો ઉઠાવી શકે છે જેની પાસે વધુમાં વધુ 2 હેક્ટરની ખેતી યોગ્ય જમીન છે. તેને યોજનાના ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધી 55 રૂપિયાથી 200 રૂપિયા સુધી માસિક અંશદાન કરવાનું રહે છે. આ ખેડૂતની ઉંમર પર નિર્ભર છે. જો 18 વર્ષની ઉંમરમાં જોડાઓ છો તો આ યોજનામાં મહિને 110 રૂપિયાનું અંશદાન કરવાનું રહે છે. જો તમે 40 વર્ષની ઉંમરમાં જોડાઓ છો તો 200 રૂપિયાનું મહિને યોગદાન કરવાનું રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.