બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / pm kisan 12th installment to release on october 17 know how you can check status online

આતુરતાનો અંત / મોટી ખુશખબર : 10 કરોડથી વધારે ખેડૂતોના ખાતામાં જમા થશે 16,000 કરોડ, સરકારે તારીખ જાહેર કરી

Hiralal

Last Updated: 05:11 PM, 15 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિસાન સન્માન નિધિના 12મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે મોટી ખુશખબર છે. 17 ઓક્ટોબરે સરકાર તેમના ખાતામાં પૈસા જમા કરશે.

  • કિસાન સન્માન નિધિનો 12મા હપ્તાની તારીખ જાહેર
  • 17 ઓક્ટોબરે સરકારે પૈસા જમા કરશે
  • 10 કરોડ ખેડૂતોના ખાતામાં 16,000 કરોડ જમા થશે 

કિસાન સન્માન નિધિ યોજનાના 12 મા હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામા જમા કરવાની સરકારે તારીખ જાહેર કરી છે. જો તમે પણ 12માં હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે મોદી સરકાર ખેડૂતોના ખાતામાં 17 ઓક્ટોબરે પીએમ કિસાન યોજના હેઠળ 10 કરોડથી વધુ ખેડૂતોને 16,000 કરોડ રૂપિયા જમા કરશે. 

લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા થશે 2000ની રકમ 
સરકાર 17 ઓક્ટોબરે લાભાર્થી ખેડૂતોના ખાતામાં 2000ની રકમ જમા કરી દેશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ કિસાન) યોજનાને પીએમ મોદીએ 2019માં લોન્ચ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ દેશભરના તમામ જમીનધારક ખેડૂત પરિવારોને ખેતીલાયક જમીનની સાથે આવક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ વાર્ષિક ₹6000ની રકમ ₹2000ના 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જ આપવામાં આવે છે. નાણાકીય વર્ષમાં પીએમ કિસાનનો હપ્તો ત્રણ વખત જમા થાય છે. પ્રથમ એપ્રિલ અને જુલાઈની વચ્ચે, બીજું ઓગસ્ટ અને નવેમ્બરની વચ્ચે અને ત્રીજું 3 ડિસેમ્બરથી માર્ચની વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે.

આ રીતે લિસ્ટમાં નામ ચેક કરી શકાય 
1. સૌથી પહેલા તમારે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ https://pmkisan.gov.in જવું પડશે.
2. તેના હોમપેજ પર, તમને ફાર્મર્સ કોર્નરનો વિકલ્પ દેખાશે.
3. ફાર્મર્સ કોર્નર સેક્શનની અંદર તમારે લાભાર્થીઓની યાદીના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
4. પછી તમારે ડ્રોપ ડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લા, પેટા-જિલ્લા, બ્લોક અને ગામની પસંદગી કરવાની રહેશે.
આ પછી, તમારે ગેટ રિપોર્ટ પર ક્લિક કરવું પડશે. આ પછી, લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ બહાર આવશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ