બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Petrol-Diesel prices will not decrease before Diwali, Union Minister Dhamendra Pradhan

રાહત નહીં / પેટ્રોલ-ડીઝલને લઈ મોટા સમાચાર, દિવાળી પહેલા નહીં ઘટે ભાવ, અરવલ્લીમાં કેન્દ્રિય મંત્રી ધમેન્દ્ર પ્રધાને આપ્યો અંદેશો

Vishnu

Last Updated: 11:47 PM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ્રોલ-ડીઝલના ભાવને લઇ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન, દિવાળી પહેલા પેટ્રોલ ડીઝલમાં કોઈ રાહત નહિ

  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં નહીં થાય ઘટાડો
  • દિવાળી પહેલા નહીં મળે કોઇ રાહત
  • કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું નિવેદન

ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના તોતિંગ ભાવ જનતાના ખિસ્સા ખાલી કરી રહ્યા છે.  લોકો એક રાહતની નજરે સરકાર સમક્ષ જોઈ રહ્યા છે કે દિવાળી ટાણે સરકાર પેટ્રોલ ડિઝલના ભાવમાં થોડી રાહત આપી શકે છે.  પણ માઠા સમાચાર એ મળી રહ્યા છે કે દિવાળી પહેલા પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો નહીં થાય

તેલના ભાવો ઘટાડવા માટે ભારતે પણ કરી છે માંગણી: ધર્મેન્દ્ર પ્રધાન
આ અંગે કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રી ધમેન્દ્ર પ્રધાને અરવલ્લીમાં મીડિયા સાથે કરેલી વાતચીમાં કહ્યું કે દિવાળી પહેલા પેટ્રોલ ડીઝલમાં કોઈ રાહત આપી શકાય તેમ નથી. કારણ કે ઉત્પાદનકારી દેશો અપ્રાકૃતિક દબાણ વધારી રહ્યા છે. જેના કારણે કાચું તેલ જ ખૂબ મોંઘું મળી રહ્યું છે. તેલના ભાવો ઘટાડવા માટે ભારત સતત ઈંધણ ઉત્પાદક દેશો પાસે માંગણી કરી રહ્યું છે. 

ઈંધણના ભાવ ઘટાડવાના મૂડમાં નથી સરકાર
મંત્રીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે જ્યાં સુધી આંતરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ભડકે ભળતા રહેશે ત્યાં સુધી કેન્દ્ર સરકાર કૉઈ પણ ભોગે ઈંધણના ભાવ ઘટાડવાના મૂડમાં નથી એટલે કે દિવાળીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે તેવી આશા માંડીને બેઠેલો લોકોને ફટકો પડ્યો છે. 

અરવલ્લીમાં ગુજરાત ગૌરવયાત્રામાં લીધો ભાગ
મહત્વનું છે કે ગુજરાત ગૌરવ યાત્રા અરવલ્લી જિલ્લામાં પહોંચી હતી જેની અધ્યક્ષતા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી. જેમાં પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર, કે સી પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સંબોધન દરમિયાન ઘમેન્દ્ર પ્રધાને કોંગ્રેસ પર આકારા પ્રહાર કરતા કહ્યું હતું કે એક પરિવારે દેશને પોતાની જાગીર સમજી, એક પરિવાર દેશનો માલિક બની બેઠો. તાકાત હોય તો ભારત જોડો યાત્રા ગુજરાતમાં લઈને આવો, આ કોંગ્રેસને 27 વર્ષથી ગુજરાત માંથી ભગાડી છે કારણ કે અમે મજૂર છીએ, પ્રજા અમારી માલિક છે. ગુજરાત વિરોધી બહુરૂપી પાર્ટીથી દુર રહેવા પણ જનતાને અપીલ કરી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ