દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટ પર અલગ અલગ ધાર્મિક સમુદાયો સાથે બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો છે.
દિલ્હી હાઈકોર્ટમાં ટ્વિટર વિરુદ્ધ અરજી દાખલ
ટ્વિટર પર ભેદભાવ કરવાનો લગાવ્યો આરોપ
પોસ્ટ પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ
દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટ પર અલગ અલગ ધાર્મિક સમુદાયો સાથે બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો છે. અરજીમાં કહેવાયુ છે કે, ટ્વિટર હિન્દુ સમુદાયની ભાવનાઓની સાથે કડક વલણ અપનાવે છે, જ્યારે અન્ય સમુદાયો સાથે નરમ વલણ અપનાવે છે.
અકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધું
એટલુ જ નહીં ફક્ત આવી પોસ્ટ કે હેટ સ્પિચની શ્રેણીમાં રાખવામાં આવે છે, જે હિન્દુઓ દ્વારા લખવામાં આવી હોય અને તે સમગ્રપણે હિન્દુઓ વિરુદ્ધ પક્ષપાતનો કેસ છે. અરજી વોકફ્લિક્સ નામના ટ્વિટર અકાઉન્ટ યુઝર્સ દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અકાઉન્ટને પહેલા હેટ સ્પિચના આરોપમાં સસ્પેન્ડ અને બાદમાં બંધ કરવામાં આવ્યું હતું. અરજીકર્તાએ આરોપ લગાવ્યો છે કે, ટ્વિટર ઔરંગજેબ જેવા હત્યારાઓના નરસંહારને સામન્યીકરણમાં મદદ કરે છે.
હિન્દુ વિરોધી વિચારધારા હોવાનો આરોપ
અરજીકર્તાએ કહ્યું કે, સવાલ એ છે કે, એક એવા ધર્મનિરપેક્ષ દેશમાં જ્યાં 80 ટકા હિન્દુ છે, શું પ્રતિવાદી નંબર 2 (ટ્વિટર) ત્યાં અડોલ્ફ હિટલર, હેનરિચ હિમલર અથવા રેનહાર્ડ હેડ્રિચ જેવાની સરાહના કરનારા નાઝિયોની પોસ્ટને મંજૂરી આપવાની હિંમ્મત કરી શકશે ? જો નહીં તો, આવો જ વ્યવહાર હિન્દુઓ વિરુદ્ધ હોવાની પોસ્ટ સાથે શા માટે નથી થતો ? અરજીમાં હિન્દુઓ વિરુદ્ધ પક્ષપાત માટે ભારતમાં કંપનીના અમુક કાર્યકારી અધિકારીઓની હિન્દુ વિરોધ વિચારધારાને જવાબદાર ઠેરવવામાં આવી છે.
સમાન નાગરિક અભિવ્યક્તિની સ્વતંત્રતા
હાઈકોર્ટ અમુક અન્ય અરજીઓ સાથે બુધવારે મામલાની સુનાવણી કરશે. આ અરજીમાં પણ પોતાના અકાઉન્ટને સસ્પેન્ડ અથવા બંધ કરવાની ચેતવણી આપી છે. આ અરજીમાં દેશના તમામ નાગરિકો માટે એક સમાન અભિવ્યક્તિની સ્વતંત્રતાની માગ કરવામાં આવી છે. જ્યાં સુધી કે અભિવ્યક્તિથી હિંસાને પ્રોત્સાહન ન મળે.