બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / patient was rushed to the hospital on a lorry without an ambulance

મહામારી / ભરૂચના અંકલેશ્વરમાં તંત્રની બેદરકારી, દર્દીને એમ્બ્યુલન્સ ન મળતા લારી પર હોસ્પિટલ લઈ જવાયા

Shyam

Last Updated: 10:19 PM, 16 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંકલેશ્વરમાં દર્દી માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન થતા અંતે કોરોનાના દર્દીને લારી પર લાવવાની ફરજ પડી હતી, CCTV દ્વારા થયો ખુલાસો

  • ભરૂચના અંકલેશ્વરે સિસ્ટમના દાવાઓની ખોલી પોલ
  • અંકલેશ્વરમાં દર્દી માટે ન મળી એમ્બ્યુલન્સ
  • એમ્બ્યુલન્સ ન મળતા લારી પર લાવવો પડ્યો દર્દીને

ભરૂચના અંકલેશ્વરે સિસ્ટમના દાવાઓની પોલ ખોલી છે. અંકલેશ્વરમાં દર્દી માટે એમ્બ્યુલન્સ પણ મળી શકી હતી. આથી દર્દીને લારી પર લાવવો પડ્યો હતો. દર્દીને એક ચાદર પણ ન મળતા પરિવારજને રુદન કર્યુ હતું અને તંત્ર પ્રત્યે રોષ ઠાલવ્યો હતો. સરદાર પટેલ હોસ્પિટલમાં દર્દીને લઇને પરિવાર પહોંચ્યો હતો. તેમજ CCTV ફૂટેજમાં દર્દીની કરૂણ સ્થિતિ સ્પષ્ટ જણાતી હતી.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,210 નવા કેસ નોંધાયા છે, તો 82 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે.

છેલ્લા 24 કલાકમાં 82 દર્દીઓના મોત અને સાજા થનારનો આંકડો રાહત આપનારો

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 82 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 9121 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 14,483 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 6,38,590 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 797 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,04,908 પર પહોંચ્યો છે.

સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું 

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2240 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 38 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 482 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 223 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 519 કેસ, જ્યારે ગ્રામ્યમાં 363 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 372 કેસ અને ગ્રામ્યમાં 163 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત....

સંકળાયેલા મુદ્દાઓ

Ankaleshwar corona patients અંકલેશ્વર એમ્બ્યુલન્સ કોરોના દર્દી ભરૂચ Bharuch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ