બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Partial relief in corona cases in the country but 14 people died due to the virus

કોરોના અપડેટ / દેશમાં કોરોના કેસોમાં આંશિક રાહત પણ વાયરસથી 14 લોકોના મોત, એક્ટિવ કેસનો આંક હજુ ડરાવનારો

Priyakant

Last Updated: 11:35 AM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Corona Case Update News: સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો

  • છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં વધારા બાદ હવે આંશિક રાહત 
  • છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા 4283 થઈ ગઈ
  • છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો 
  • દેશમાં હાલમાં સક્રિય કેસોની સંખ્યા 47,246 

છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં વધારા બાદ હવે આંશિક રાહત મળી છે. વાત જાણે એમ છે કે, હવે દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થયો છે. છેલ્લા 8 દિવસથી દેશમાં 10000થી ઓછા કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા  4282 થઈ ગઈ છે. જ્યારે આ દરમિયાન 14 લોકોના મોતના સમાચાર છે. સક્રિય કેસ ઘટીને 47,246 પર આવી ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જણાવી દઈએ કે, હવે દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. હવે કોવિડ-19 ના કેસ 10000 થી ઓછા આવી રહ્યા છે અને આ સિવાય સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે, તેથી કોરોનાનો ડર ઓછો થઈ રહ્યો છે. 

છેલ્લા 24 કલાકમાં 4282 નવા કેસ 
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4282 નવા દર્દીઓ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયનાં આંકડાઓ મુજબ સક્રિય કેસની સંખ્યા વિશે વાત કરીએ તો, દેશમાં હાલમાં સક્રિય કેસોની સંખ્યા 47,246 છે. સક્રિય કેસનો દર હવે 0.11 ટકા છે. આ સાથે દૈનિક અને સાપ્તાહિક હકારાત્મકતા દર પણ 5 ટકાથી ઓછો છે. 

છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 6037 દર્દીઓ સ્વસ્થ થયા છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા નવા કોરોના દર્દીઓની સંખ્યા કરતા વધુ છે. હાલમાં દેશમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 4,43,70,878 છે. આ સિવાય રિકવરી રેટ પણ 98.71 ટકા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર હવે દેશમાં દૈનિક સકારાત્મકતા દર 4.92 ટકા છે, જ્યારે સાપ્તાહિક સકારાત્મકતા દર 4 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 87038 દર્દીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 92.67 કરોડ દર્દીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ