બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 09:51 AM, 26 September 2023
ADVERTISEMENT
બાળકોના ઉછેરને લઈને માતાને ખૂબ ધ્યાન રાખવું પડે છે. જેથી તે એક સમજદાર અને કાબિલ સંતાન બને. આમ તો પોતાના બાળકની દેખરેખ માતાથી સારી કોઈ ન કરી શકે. પરંતુ માતા અહીં જણાવવામાં આવેલી પેરેન્ટિંગ ટિપ્સને ફોલો કરે છે તો બાળકોનો ઉછેર સારી રીતે કરી શકાશે. દરેક માતાને પોતાના બાળકોની દેખરેખની સાથે જ આ વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ ત્યારે જ બાળકોને યોગ્ય ઉછેર મળે છે.
ADVERTISEMENT
ધિરજ રાખો
બાળકનો સ્વભાવ ખૂબ જ સારો હોય છે. તે વધારે જલ્દી ગુસ્સે થઈ જાય છે અને નખરા બતાવે છે. ઘણી વખત ખોટી જીદ પણ કરે છે. બાળકના જીદ કરવા પર માતાએ સરળતાથી પ્રેમથી તેને સમજાવવો જોઈએ.
મિત્રોનું પણ રાખો ધ્યાન
બાળકોનું જીવન કેવું હશે અને તે જીવનમાં કેટલો આગળ વધશે આ બધુ તેની સંગત પર નિર્ભર કરે છે. એવામાં માતાને પોતાના બાળકોના મિત્રો પર પણ નજર રાખવી જોઈએ તે તેમના મિત્રોનું ગ્રુપ કેવું છે. ખોટી સંગતમાં બાળક ખોટુ કામ શિખે છે.
વધારે કઠોર બનવાનું ટાળો
બાળકના ઉછેર માટે મોટાભાગે માતા-પિતા ખૂબ વધારે કઠોર બને છે. પરંતુ માતાને બાળકોની સાથે વધારે કડક ન રહેવું જોઈએ. વધારે કડક રહેવાથી બાળક દુખી રહે છે.,
બાળક માટે કાઢો ટાઈમ
કામના ચક્કરમાં માતા પોતાના બાળકો માટે ટાઈમ નથી કાઢી શકતી. જોકે બાળકો માટે યોગ્ય સમય કાઢો. નાસ્તો અને ભોજન બાળકોની સાથે જ કરવો જોઈએ જો આમ ન થઈ શકે તો થોડો સમય તેમની સાથે બેસવું જરૂરી છે.
આ વાતોનું રાખો ધ્યાન
બાળકની સાથે હંમેશા વાત કરતા રહેવું જોઈએ. આમ ન કરવા પર તે હંમેશા પોતાની અંદર જ બધી વાતોને છુપાવીને રાખે છે. માતા-પિતાને સારો વ્યવહાર કરવો જોઈએ માતા-પિતા પાસેથી જ બાળકો શિખે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.