બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / Pakistan's Babar Azam creates history: Fails to break Kohli's record but equals it

ક્રિકેટ / પાકિસ્તાનના બાબર આઝમે રચ્યો ઈતિહાસ: કોહલીનો રેકૉર્ડ તોડી તો ન શક્યો પણ બરાબરી કરી

Megha

Last Updated: 10:47 AM, 1 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાબર આઝમે તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 3 હજાર રન પૂરા કર્યા અને T20 ઈન્ટરનેશનલમાં 3000 રન બનાવનાર પહેલા પાકિસ્તાની ક્રિકેટર બની ગયા છે.

  • બાબર T20 ઈન્ટરનેશનલમાં 3000 રન બનાવનાર પહેલા પાકિસ્તાની ક્રિકેટર
  • બાબર આઝમે કરી કોહલીના રેકોર્ડની બરાબરી

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે ઈતિહાસ રચતાં એક મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ સાથે જ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબરે એવો રેકોર્ડ બનાવ્યો છે જે અત્યાર સુધી કોઈ પાકિસ્તાની ક્રિકેટર નથી બનાવી શક્યો. જણાવી દઈએ કે બાબર આઝમ વિરાટ કોહલી અને રોહિત શર્માના ક્લબમાં સામેલ થઈ ગયો છે. બાબર આઝમે તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 3 હજાર રન પૂરા કર્યા છે અને બાબર T20 ઈન્ટરનેશનલમાં 3000 રન બનાવનાર પહેલા પાકિસ્તાની ક્રિકેટર પણ બની ગયા છે.

બાબર આઝમે કરી કોહલીના રેકોર્ડની બરાબરી
જણાવી દઈએ કે બાબર આઝમે T20 ઈન્ટરનેશનલની 81મી ઈનિંગમાં ત્રણ હજાર રન પૂરા કર્યા અને આ સાથે જ બાબરે આ ફોર્મેટમાં સૌથી ઝડપી ત્રણ હજાર રન બનાવવાની રેસમાં વિરાટ કોહલીની બરાબરી કરી લીધી છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ 81 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. 

T20 ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી 3000 રન બનાવનાર ખેલાડી
વિરાટ કોહલી - 81 ઇનિંગ્સ
બાબર આઝમ - 81 ઇનિંગ્સ
માર્ટિન ગુપ્ટિલ - 101 ઇનિંગ્સ
રોહિત શર્મા - 108 ઇનિંગ્સ
પોલ સ્ટર્લિંગ - 113 ઇનિંગ્સ

ઈંગ્લેન્ડ સામેની મેચમાં મેળવી આ સિદ્ધિ 
હાલ પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ સામે તેમના ઘરે 7 ટી-20 મેચોની શ્રેણી રમી રહી છે અને તેની અત્યાર સુધી 6 મેચ રમાઈ ચૂકી છે. શુક્રવારે છઠ્ઠી મેચ રમાઈ હતી જેમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે આ સિદ્ધિ મેળવી હતી. 

T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર
રોહિત શર્મા - 140 મેચ - 3694 રન
વિરાટ કોહલી - 108 મેચ - 3663 રન
માર્ટિન ગુપ્ટિલ - 121 મેચ - 3497 રન
બાબર આઝમ - 86 મેચ - 3035 રન
પોલ સ્ટર્લિંગ - 114 મેચ - 3011 રન

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ