બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / pakistan abstain itself from voting in un amid russia ukraine war

રશિયા-યુક્રેન જંગ / યુદ્ધ વચ્ચે પાકિસ્તાનની સ્થિતિ લોટા જેવી, ગજબ બેઈજ્જતી થયા પછી પણ પાછું નથી વળતું, જુઓ શું કર્યું

Dhruv

Last Updated: 10:52 AM, 4 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન શીત યુદ્ધ દરમિયાન અમેરિકાની છાવણીમાં હતું, તેની નીતિઓ પણ રશિયા વિરુદ્ધમાં હતી. પરંતુ તાજેતરમાં જ UN માં વોટિંગ ન કરીને પાકિસ્તાને એક રીતે રશિયાને સમર્થન આપ્યું છે. જે બાબતે સૌને ચોંકાવી દીધા છે.

  • UN માં રશિયા વિરુદ્ધ 141 મત પડ્યા
  • રશિયાના સમર્થનમાં માત્ર 5 જ વોટ પડ્યા
  • વોટિંગમાં 35 દેશોએ વોટનો ઉપયોગ જ ન હતો કર્યો

 

યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN) માં  રજૂ કરવામાં આવેલ 'રશિયાની નિંદા કરતો પ્રસ્તાવ' પણ પસાર કરી દેવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં કુલ 193 દેશો છે, પરંતુ આ મતદાનમાં માત્ર 181 દેશોએ જ ભાગ લીધો હતો. જેમાંથી 141 દેશોએ રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. જ્યારે 5 દેશોએ તેનો વિરોધ કર્યો તો 35 દેશોએ તેમાં પોતાના મતનો ઉપયોગ જ ન હતો કર્યો. એટલે કે, આ દેશો મતદાન દરમિયાન હાજર હતાં પરંતુ આ દેશોએ પોતાનો મત ન હતો આપ્યો. એટલે કે, રશિયા વિરુદ્ધ રજૂ કરાયેલા આ નિંદા પ્રસ્તાવને બહુમતિમાં 20થી વધુ મત મળ્યાં હતાં. બહુમત માટે 121 વોટની જરૂર હતી.

જાણો UN ના ઠરાવથી રશિયાને શું નુકસાન થશે?

હવે તમે વિચારી રહ્યાં હશો કે, આ પ્રસ્તાવથી રશિયાને શું નુકસાન થશે? તો તેનો જવાબ એ છે કે, સંયુક્ત રાષ્ટ્ર એવાં કોઈ દેશ કે પ્રદેશને માન્યતા નહીં આપે કે જેને રશિયાએ લશ્કરી કાર્યવાહી હેઠળ હસ્તગત કર્યું હોય. એ સિવાય રશિયાએ યુક્રેનમાંથી તાત્કાલિક અને બિનશરતી પોતાના સૈનિકો પરત ખેંચવા પડશે. જો કે, રશિયા આ પ્રસ્તાવને કેટલો સ્વીકારે છે તે એક મોટો પ્રશ્ન હશે કારણ કે જે દેશો વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં આવા ઠરાવ પસાર કરવામાં આવે છે તેઓ ઘણી વાર તેને નથી સ્વીકારતા અને રશિયા પણ કદાચ આવું જ કરશે. આ વોટિંગમાં વિશ્વ માટે કેટલાંક મોટા સરપ્રાઈઝ પણ છુપાયેલા હતાં.

ચીને ખુલીને રશિયાનું સમર્થન ન કર્યું

અહીં પહેલાં તો આશ્ચર્યની બાબત જ એ છે કે, જેમ ચીને પોતાને મતદાનથી દૂર રાખ્યું હતું એટલે કે તે મતદાનનો ભાગ તો હતું પરંતુ તેણે મત ન હતો આપ્યો. જ્યારે સમગ્ર વિશ્વ કહી રહ્યું છે કે, રશિયા અને ચીન એ અમેરિકા અને પશ્ચિમી દેશો વિરુદ્ધ એક નવો બ્લોક બનાવી રહ્યાં છે. ત્યારે ચીન માટે ખુલ્લેઆમ રશિયાને સમર્થન ન આપવું એ થોડુંક આશ્ચર્યજનક છે. તેનાથી એ પણ ખ્યાલ આવી જાય છે કે, ચીન એક માત્ર એવો દેશ છે કે જે માત્ર પોતાના હિત અને સ્વાર્થનું ધ્યાન રાખે છે.

પાકિસ્તાનને સૌને મૂકી દીધાં આશ્ચર્યમાં

ચીનની જેમ ભારત પણ મતદાનથી દૂર રહ્યું હતું. જો કે, તેમાં કોઈ આશ્ચર્યની બાબત નથી કારણ કે આવાં સમયે ભારતનો પ્રયાસ એ રહેશે કે, તેઓ પશ્ચિમી દેશોને પણ નારાજ ન કરે અને પોતે રશિયા વિરુદ્ધ પણ ન જાય. પરંતુ પાકિસ્તાનનું પણ આ મતદાનથી દૂર રહેવું એ એક આશ્ચર્યજનક બાબત કહી શકાય.

1945 અને 1990 ની વચ્ચે જ્યારે US અને સોવિયત સંઘ વચ્ચે 45 વર્ષ સુધી શીત યુદ્ધ ચાલ્યું હતું ત્યારે પાકિસ્તાન યુએસ કેમ્પમાં હતું અને તેની નીતિઓ સોવિયત સંઘ વિરુદ્ધની હતી. પરંતુ આજે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં મતદાન ન કરીને એક રીતે તો સીધું રશિયાને સમર્થન કર્યું છે અને તે અમેરિકાની વિરુદ્ધમાં ગયું છે. તેની પાછળ કદાચ ઈમરાન ખાન અને પુતિન વચ્ચેની તાજેતરની મુલાકાત પણ હોઇ શકે છે.

રશિયા સાથે વેપાર કરાર કરનાર ઈમરાન બની ગયા પ્રથમ વિશ્વ નેતા

બીજી બાબત એ કે જ્યારે વિશ્વ યુક્રેન પર હુમલા મામલે રશિયાને અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે ઈમરાન ખાન રશિયા સાથે વેપાર કરાર કરનાર પ્રથમ વિશ્વ નેતા બની ગયા છે. પાકિસ્તાને કુદરતી ગેસની આયાત માટે રશિયા સાથે કરાર પણ કરી લીધો છે.

આ વોટિંગમાં અફઘાનિસ્તાને પણ વિશ્વને આશ્ચર્યમાં મૂકી દીધું છે. અફઘાનિસ્તાને રશિયા વિરૂદ્ધ વોટિંગ કર્યું છે. ત્યારે વિચારવા જેવી બાબત છે કે, આખરે આ કેટલી મોટી મજાક થઇ ગઇ કહેવાય કે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પણ રશિયા વિરૂદ્ધ નિંદા પ્રસ્તાવને યોગ્ય માની રહ્યું છે. જ્યારે અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક જેહાદનાં નામ પર લાખો લોકોનું દમન કરવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઇએ કે, રશિયાના સમર્થનમાં માત્ર પાંચ જ વોટ પડ્યાં હતાં અને આ પાંચ વોટમાં એક વોટ તો ખુદ રશિયાનો જ સામેલ છે. એ સિવાય સીરિયા, નોર્થ કોરિયા, બેલારુસ અને આફ્રિકન દેશ ઈરિટ્રિયાએ પણ રશિયાના સમર્થનમાં વોટ કર્યો હતો. એટલે કે રશિયાના સમર્થનમાં કોઈ મોટા દેશે મતદાન નથી કર્યું અને UN ના પ્લેટફોર્મ પર રશિયાનું અત્યાર સુધીનું આ સૌથી મોટું અપમાન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ