બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / Over 4 lakh Indians might die awaiting US Employment Green card says the report of think tank

વિશ્વ / US ગ્રીન કાર્ડના ઈંતેજારમાં ચાર લાખ ભારતીયોના થઈ શકે છે નિધન, 11 લાખ એપ્લિકેશન પેન્ડિંગ, લાગી શકે છે 134 વર્ષ

Vaidehi

Last Updated: 05:28 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં રહેતાં 4 લાખથી વધારે ભારતીયો ગ્રીન કાર્ડની રાહ જોતાં-જોતાં મૃત્યુ પામી જશે કારણકે રિપોર્ટ અનુસાર નવા અરજદારોની બેકલૉગ ક્લિયર થવામાં 134 વર્ષનો સમય લાગી શકે છે.

  • અમેરિકામાં રહેતા ભારતીયોની મુશ્કેલીમાં વધારો
  • લાખો ભારતીયો ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યાં છે
  • 4 લાખ ભારતીયોની બેકલૉગ ક્લિયર થવામાં 134 વર્ષ લાગી શકે છે

અમેરિકામાં લાખો એવા ભારતીયો છે જે ગ્રીન કાર્ડ મળવાની રાહ જોઈ રહ્યાં છે. તેવામાં એક સ્ટડીએ ખુલાસો કર્યો છે કે UAEમાં ગ્રીન કાર્ડ મળવાની રાહમાં 4 લાખથી વધારે ભારતીયોનું મૃત્યુ થઈ જશે. આવું એટલા માટે કારણકે ગ્રીન કાર્ડ માટે અરજી કરનારાઓની સંખ્યા એટલી વધારે છે કે પ્રશાસનની પાસે બેકલૉગની લિસ્ટ લાંબી થઈ ગઈ છે. માહિતી અનુસાર 11 લાખથી વધારે અરજીઓ હજુ પણ પેન્ડિંગ છે.

ગ્રીન કાર્ડ અમેરિકી ઈમિગ્રેન્ટ્સને દેશમાં સ્થાયી નિવાસ પ્રદાન કરતું એક દસ્તાવેજ છે. અમેરિકા સ્થિત થિંક ટેંક કેટો ઈંસ્ટીટ્યૂટે પોતાની એક રિપોર્ટમાં કહ્યું કે દેશમાં લંબિત કુલ 18 લાખ રોજગાર આધારિત ગ્રીન કાર્ડ અરજીઓમાંથી 63% ભારતીયો છે. આ બેકલૉગ ફેમિલી સ્પોન્સર્ડ સિસ્ટમ પ્રણાલીથી 83 લાખ લંબિત અરજીઓને જોડે છે.

બેકલૉગ ક્લિયર થવામાં 134 વર્ષ લાગશે
રિપોર્ટ અનુસાર ભારતનાં નવા અરજદારો માટે બેકલૉગ ક્લિયર થવામાં 134 વર્ષોથી વધારેનો સમય લાગશે તેવામાં ત્યાં રહેવું એ આજીવન કારાવાસ સમાન છે. રિપોર્ટ અનુસાર લગભગ 4,24,000 રોજગાર આધારિત અરજદારો રાહ જોતાં-જોતાં મૃત્યુ પામશે અને તેમાંથી 90%થી વધારે ભારતીયો હશે. 

USAમાં રહેતાં ભારતીયો માટે મુશ્કેલી
અમેરિકા STM ભૂમિકાઓ માટે મોટી સંખ્યામાં ભારતીયો અને ચીનીઓને રોજગારી આપે છે. તેવામાં વર્ષમાં માત્ર 7% વ્યક્તિઓને જ રોજગાર આધારિત ગ્રીન કાર્ડ  પ્રતિ દેશ મળી શકે છે. આ જ કારણોસર USAમાં રહેતાં ભારતીયો માટે મુશ્કેલી બની શકે છે. વધુ ગંભીર વાત તો એ છે કે આ લિસ્ટમાં ઉચ્ચ કૌશલ્ય ધરાવતાં STM પેશાવરો,US શિક્ષિત સ્નાતકો સહિત ઉચ્ચ ડિગ્રી ધારકો અમેરિકી વ્યવાસાયોમાંનાં અડધાથી વધારે કર્મચારીઓનો બેકલૉગ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ