બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Over 100 bikes burnt, loss of Rs 1.5 crore, Honda bike showroom in Santrampur gutted by fire
Vishal Khamar
Last Updated: 11:10 PM, 23 January 2023
ADVERTISEMENT
મહિસાગરના સંતરામપુર ખાતે આવેલ હોંડા કંપનીના બાઈકના શો-રૂમમાં અગમ્ય કારણોસર આગ લાગતા શો-રૂમમાં રહેલ સામગ્રી બળીને ખાખ થઈ જવા પામ્યા હતા. ત્યારે આગ લાગ્યાની જાણ ફાયર ફાઈટરને થતા ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી.
ADVERTISEMENT
મહીસાગરના સંતરામપુરમાં બાઇકના શોરૂમમાં લાગી આગ, 100 બાઈક આગની ચપેટમાં, 1.5 કરોડના નુકસાનની શક્યતા, સંતરામપુર,લુણાવાડાના ફાયર ફાઇટર ઘટના સ્થળે#Mahisagar #Bikeshowroom #Fire #vtvgujarati pic.twitter.com/ZvlxYJ8fM5
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 23, 2023
આગ લાગ્યાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકો દ્વારા આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે આ બાબતે ફાયર બ્રિગ્રેડને જાણ કરતા તાબડતોબ ફાયર ફાઈટર દોડી આવ્યું હતું. આગ લાગવાનું કારણ હજું જાણવા મળ્યું નથી. શો-રૂમના માલિકના જણાવ્યા મુજબ શો-રૂમની અંદર 100 જેટલી બાઈક હતી અને અન્ય સ્પેરપાર્ટસ મળી રૂપિયા દોઢ કરોડનું નુંકશાન થયાની આશંકા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.