બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Organized Flower Show at Sabarmati Riverfront

VTV વિશેષ / આ વખતે ફ્લાવર શોમાં હૈયું ખીલી ઉઠે તેવા દ્રશ્યો: રૂ.30માં જુઓ શું શું જોવા મળશે, દૂર-દૂરથી આવી રહી છે પબ્લિક

Malay

Last Updated: 02:53 PM, 1 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લાવર શો 2023નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા ફ્લાવર શોમાં ફરી અને તમામ ફૂલો છોડ રોપા વગેરેની માહિતી મેળવી હતી.

  • સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન
  • લોકો રૂ.30ની ટિકિટ લઇ ફ્લાવર શોની માણી રહ્યાં છે મજા
  • ઓલિમ્પિક, હનુમાનજી સહિતના સ્કલ્પચર બની રહ્યાં છે આકર્ષણના કેન્દ્ર 

કોરોનાના 2 વર્ષ બાદ આ વર્ષે ફરી AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. ફ્લાવર શો 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી પ્રજાજાનો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લો મુક્યો હતો. ત્યારે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકોએ રૂ.30ની ટિકિટ લઇ ફ્લાવર શોની મજા માણી હતી. ફ્લાવર શોમાં ઓલિમ્પિક, G-20, U-20, હનુમાનજી સહિત દેવી-દેવતાઓના ફ્લાવર સ્કલ્પચર લોકો માટે આકર્ષણના કેન્દ્ર બની રહ્યાં છે. 

વિવિધ સ્કલ્પચર
ફ્લાવર શો માં અનેક પ્રકારના દેશી અને વિદેશી ફૂલોમાંથી તૈયાર કરવામાં આવેલા જીરાફ, હાથી, G20, U20, આઝાદી કા અમૃત મહોત્સવ, મિલેટ યર, હનુમાનજી અને વિવિધ દેવી દેવતાઓ, યોગા, ફૂટબોલ, બાર્બી ડોલ જેવા અનેકવિધ ફ્લાવર સ્કલ્પચર બનાવવામાં આવ્યા છે, જેને જોઇને બાળકો, યુવાનો અને વૃદ્ધોમાં પણ ખુશી જોવા મળી હતી. 

ફ્લાવર શો માં વિવિધ ફૂલો
ફ્લાવર શો 2023 માં વિવિધ પ્રકારના દેશી અને વિલાયતી ફૂલો જેવા કે સેવંતી, ગલગોટા, વર્બેના, પિટુનીયા, ડાયનેલા, એકેલીફા, ડાયએન્થસ, કોલીયસ, પોઈન્સેટીયા, કેલે લીલી, ગજેનીયા, પેન્ટાસ, એન્ટીરહિનયમ, સિલ્વર ડસ્ટ, ડહાલિયા, સિલોસીયા, સાલ્વિયા રેડ અને તેમાંથી બનેલા વિવિધ સ્કલ્પચર સહિત વિવિધ ફાર્મ અને નર્સરી, બાગાયતી ફૂલછોડ, ગાર્ડનિંગ અને કિચન ગાર્ડન ફ્લાવર અને છોડ સહિત ગાર્ડનીંગ ઉપકરણોના પ્રદર્શનો અને વિવિધ સ્ટોલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે.

10 લાખથી વધુ રોપા દ્વારા તૈયાર ફૂલો-છોડની પ્રદર્શની
વાઇલ્ડલાઇફ થીમ આધારિત જુદાં જુદાં સ્કલ્પચર, સંજીવની પર્વત સાથેના હનુમાનજીની પ્રતિકૃતિ, ધન્વંતરિ ભગવાન અને ચરક ૠષિના સ્કલ્પ્ચરો, વેજિટેબલ તથા ફૂટના જુદાં જુદાં સ્કલ્પચર જોવા મળશે. જુદી જુદી વેરાઇટીઓ જેવી કે ઓર્કિડ, રેનેસ્ક્યુલસ, લિલિયમ, પિટુનિયા, ડાયન્થસ જેવાં 10 લાખથી વધુ રોપા દ્વારા તૈયાર કરાયેલાં ફૂલો-છોડનું પ્રદર્શન પણ થશે. ફૂલોમાંથી બનાવેલા આકર્ષક પ્રવેશદ્વાર તથા સ્કાય ગાર્ડન પણ હશે.

ફ્લાવર શોમાં આ 4 ફૂલ વિશેષ છે

"કેલે લીલીનું ફૂલ"
આ માત્ર ઠંડીની સીઝનમાં થતું ફૂલ છે. કેરાલીલીની ગાંઠ પણ પુણેથી મગાવવામાં આવી છે. એની કિંમત 110 રૂપિયા છે. એના રોપામાંથી 7થી 8 ફૂલ બને છે. આ ફૂલનો આકાર નાના ભૂંગળા જેવો હોય છે.

''બર્ડ ઓફ પેરેડાઇઝ'' 
ગોલ્ડન કલરનું ફૂલ આવે છે, જેમાં પક્ષીની પાંખ જેવો આકાર હોય છે. આ ફૂલ ભારતમાં પણ થાય છે. સૌથી વધુ કેરળ સહિત સાઉથ ઇન્ડિયામાં થતાં આ ફૂલના રોપા મ્યુનિ.એ અહીં તૈયાર કર્યા હતા.

''હેલીએલિકોનિયા''  
આ ફૂલ લબડતું હોય છે. રોપામાંથી તૈયાર થતાં આ ફૂલ બાર માસી છે. આ ફૂલ નાના કદનાં હોય છે. દાંડીના છેવાડે છૂટું ફૂલ કે ફૂલોનું ઝૂમખું હોય છે. તેનો કલર ફૂલથી વધારે ચમકતો હોય છે.

''અમેરિલિસ ફૂલ''
આ ફૂલ મૂળ સાઉથ આફ્રિકાનું છે. મ્યુનિ. પુણેથી તેની ગાંઠ લાવી હતી. એક ગાંઠની કિંમત રૂ.250 હોય છે. 25 દિવસે એમાંથી રોપા બને છે અને પછી એમાં ફૂલ આવે છે. એક ફૂલ એક હાથ જેટલું હોય છે, જેની ટોચ પર 4 ફૂલ આવે છે. ફૂલ આવ્યા પછી 25 દિવસ રહે છે. આ પછી ફૂલ ખરી જાય છે અને ગાંઠ ડોરમન્સીમાં જતી રહે છે.

10મી વખત ફ્લાવર શોનું આયોજન
AMC દ્વારા આ 10મી વખત ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જીજ્ઞેશ પટેલ જણાવી રહ્યાં છે કે AMC દ્વારા ફ્લાવર શો માટે ખાસ જહેમત ઉઠાવવામાં આવી છે. અહીં 10 લાખ જેટલા ફૂલ-રોપા લગાવવામાં આવ્યા છે. જેમાં દેશ-વિદેશથી પણ ફૂલો લાવવામાં આવ્યા છે. જેમાં અનેક આકર્ષણવાળા સ્કલપચર પણ મુકવામાં આવ્યા છે, જે લોકોને આકર્ષિત કરશે અને પ્રથમ દિવસે લોકોનો પણ સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ