બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / Order to seal 110 schools and 16 private hospitals in Rajkot due to lack of fire safety

તવાઈ / રાજકોટમાં VTVના અહેવાલની અસર: ફાયર NOC વગરની 110 શાળાઑ અને 16 હોસ્પિટલને સીલ કરવાના આદેશથી ખળભળાટ

Vishnu

Last Updated: 12:06 AM, 29 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાયર વિભાગ વારંવાર નોટિસ આપી થાક્યું પણ તોય NOC ન લેતા આ મોટી કાર્યવાહી કરવાની ફરજ પડી છે.

  • રાજકોટમાં VTVના અહેવાલની અસર 
  • રાજકોટ ઝોનની NOC વગરની સ્કૂલ અને હોસ્પિટલો સીલ કરવાના આદેશ
  • 110 ખાનગી શાળાઓ અને 16 ખાનગી હોસ્પિટલને સીલ કરવાના આદેશ

તમને જાણીને નવાઈ લાગશે જે તમારા બાળકો જે સ્કૂલમાં જાય છે તેમાંની એક સ્કૂલમાં ફાયર સેફટીની કોઈ જ સુવિધા નથી. જો શાળામાં કોઈ પણ કારણસર આગ લાગે તો મોટું નુકસાન થાય તે પાક્કું છે. સુરતના ક્લાસીસમાં લાગેલી આગ આનું ઉદાહરણ છે. આ બનાવ પછી ક્લાસીસ અને શાળાઑમાં ફાયર સેફટી રાખવી ફરજિયાત કરવામાં આવી હતી પણ શાળા સંચાલકો ગાંઠ્યા નહીં ત્યારે રાજકોટમાં VTVના અહેવાલની અસર જોવા મળી રાજકોટ ઝોનની NOC વગરની સ્કૂલ અને હોસ્પિટલો સીલ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. 

110 ખાનગી શાળાઑ અને 16 હોસ્પિટલને સીલ મારવાના આદેશ
રિજિયન ફાયર ઓફિસર રાજકોટ ઝોન દ્વારા ફાયર સેફટીના અભાવ મુદ્દે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 30 નગરપાલિકાઓ પૈકી 19 નગરપાલિકા વિસ્તારની 110 ખાનગી શાળાઓ તથા 16 ખાનગી હોસ્પિટલોને કેટલીય વાર નોટિસો ફટકાર્યા બાદ હવે ફાયર NOC ન મેળવનાર હોસ્પિટલો અને શાળાઑ પર તવાઈ બોલાવવામાં આવી છે એકી સાથે ઉપરોક્ત તમામ 110 શાળા અને ખાનગી હોસ્પિટલોને સીલ કરવાનો આદેશ ફાયર વિભાગ દ્વારા આપી દેવાયો છે.

19 નગરપાલિકાઓના ચીફ ઓફિસરો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરશે
વારંવાર નોટિસો આપ્યા બાદ પણ સેફ્ટી માટે નિયત કરાયેલા જરૂરી સાધનો લગાવ્યા ન લગાવાતા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર દ્વારા આદેશ બાદ 19 નગરપાલિકાઓના ચીફ ઓફિસરો આ તમામ ઈમારતોને સીલ કાર્યવાહી હાથ ધરશે તે પાક્કું છે.હાઇકોર્ટમાં ચાલી રહેલી ફાયર સેફ્ટી અંગેની રિટ પિટિશન નંબર 118/2020 અન્વયે ગુજરાત રાજ્ય ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ એક્ટ 2013ની કલમ 25/26ની પેટા કલમ 1,2 અને 3ની જોગવાઇ પ્રમાણે આ આદેશ પારિત કરવામાં આવ્યો છે.

હાઈકોર્ટનો આદેશ ફાયર સેફટી હોવી જ જોઈએ
24 સપ્ટેમ્બરે જ રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે સુનાવણી દરમિયાન મોટો આદેશ આપતા  હાઈકોર્ટ કહ્યું હતુ કે SCના આદેશ બાદ હવે કોઈ અવકાશ નથી, ફાયર સેફ્ટી અને BU પરમિશન વગરના એકમો સામે તાત્કાલિકના ધોરણે પગલાં લેવામાં આવે. વધુમાં હાઈકોર્ટે એ પણ ટાંક્યું હતું કે કાયદાના શાસનમાં લોકોની લાગણીઓને મહત્વ ન આપી શકાય અને નિયમો બધા માટે સમાન હોવા જોઈએ એ પછી કોઈપણ હોય. આ આદેશ ગુજરાત ભરની શાળાઑને પણ લાગે છે. પણ સંચાલકો નફ્ફટ થઈ બેઠા છે. વિદ્યાર્થીઑના જીવન સાથે ચેડાં કરી રહ્યા છે. હાઈકોર્ટના આ મહત્વના આદેશ બાદ ફાયર સેફ્ટી અને BU પરમિશન વગર ચાલતા એકમો સીલ કરવામાં કોઈ જ વાંધો ન ઉઠાવી શકે જે બાદ પહેલા અમદાવાદના ફાયર વિભાગે 214 સ્કૂલોને ક્લોઝર નોટિસો ફટકારી બાદમાં હવે રાજકોટમા  110 ખાનગી શાળાઓ તથા 16 ખાનગી હોસ્પિટલોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ