બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / opposition presidential candidate yashwant sinha will come to Gujarat

મંથન / રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા આવશે ગુજરાત, જાણો શું છે કારણ

Dhruv

Last Updated: 04:28 PM, 28 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રપતિની ચૂંટણીના આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે એવામાં વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હા ગુજરાત આવશે.

  • રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના વિપક્ષ ઉમેદવાર ગુજરાત આવશે 
  • યશવંત સિન્હા 30 જૂને ગુજરાત આવશે
  • 1 જુલાઈએ કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરશે

તારીખ 30 જૂનના રોજ યશવંત સિન્હા ગુજરાત આવશે અને ભગવાન જગન્નાથજીના દર્શન કરે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. યશવંત સિન્હા 1 જુલાઈના રોજ ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરશે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે યશવંત સિન્હા વિપક્ષ ઉમેદવાર છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે

ઉલ્લેખનીય છે કે, દેશના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર તરીકે યશવંત સિન્હાએ ઉમેદવારીપત્ર ભર્યું છે. ઉમેદવારીપત્ર ભર્યા બાદ યશવંત સિન્હા 30 જૂનના રોજ પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આ પહેલાં ભાજપ તરફથી રાષ્ટ્રપતિના પદ માટે NDAના ઉમેદવાર દ્રોપદી મૂર્મુએ ઉમેદવારીપત્ર ભર્યું હતું.

યશવંત સિન્હા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના ખંડમાં ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે બેઠક યોજશે. નોંધનીય છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો ચૂંટણી યોજાય તો કઈ રીતે મતદાન કરવું તે બાબતની પણ માહિતી આ બેઠકમાં આપવામાં આવી શકે છે. જ્યારે કોંગ્રેસ ઓફિસમાંથી તમામ ધારાસભ્યોને ટેલિફોનિક જાણ કરીને ગુરુવારે ફરજિયાતપણે વિધાનસભાના વિરોધ પક્ષના કાર્યાલયમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.

તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીલક્ષી તડામાર તૈયારીઓ શરૂ

મહત્વનું છે કે, ગુજરાતમાં હવે ગણતરીના જ મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવશે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીલક્ષી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે અગાઉ 2 વાર આવી ચૂક્યા છે તો PM મોદી પણ ગુજરાતના પ્રવાસે આવજાવ કરે છે તો બીજી બાજુ અમિત શાહ સહિતના કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાતમાં અવરજવર કરી રહ્યાં છે. એવામાં આવનારી રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હા 30 જૂને ગુજરાત આવશે અને 1 જુલાઈના રોજ ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. ત્યારે આ બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણી અંગે પણ મહામંથન થાય તેવી શક્યતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ