બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:23 PM, 27 March 2024
વર્તમાન સમયમાં આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ સરકારી ઓળખ માટેનું દસ્તાવેજ માનવામાં આવે છે. તેમાં કાર્ડધારકનો ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક બંને ડેટા હોય છે. જેમાં ફોટો, ફિંગર પ્રિન્ટ, આઈરીસ સ્કેન જેવી ડેટા હોય છે. પરંતુ કેટલીકવાર લોકો પોતાનો ફોટો બદલાવવા માંગતા હોય છે. મોટાભાગે લોકોના જૂના આધાર કાર્ડમાં ખરાબ ક્વોલિટીનો ફોટો હોવાથી તેને બદલાવવા માંગતા હોય છે. જેથી આજે તમને આધાર કાર્ડનો ફોટો કેવી રીતે બદલવો તેની માહિતી આપીશું.
ADVERTISEMENT
_11.jpg)
આધાર કાર્ડની માહિતી અપડેટ કરવાની બે રીત છે એક એક સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ (SSUP) અને બીજું આધાર એનરોલમેન્ટ સેન્ટર. પરંતુ આધાર કાર્ડમાં ફોટો ઘરે બેઠા ઓનલાઈન નથી બદલાતો તેના માટે એનરોલમેન્ટ સેન્ટર પર જવુ પડે છે.
ADVERTISEMENT
1. તમારે પહેલા તો આધારની વેબસાઇટ uidai.gov. in પર જઈને લોગ ઇન કરવાનું રહેશે.
2. ત્યારબાદ તમારું આધાર એનરોલમેન્ટ ફોર્મ ડાઉનલોડ કરવું.
ADVERTISEMENT
3. આ ફોર્મ ભરીને તમારા નજીકના આધારના એનરોલમેન્ટ સેન્ટરમાં સબમિટ કરાવો.
4. એનરોલમેન્ટ સેન્ટર પર તમારી બાયોમેટ્રિક વિગતોમાં ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેન કરવામાં આવશે.
ADVERTISEMENT
5. બાદમાં તમારો લાઇવ ફોટો લેવામાં આવશે અને તમારો નવો ફોટો અપડેટ કરાશે.
6. આ પ્રક્રિયા માટે તમારી પાસેથી 100 રૂપિયા ફી લેવામાં આવશે.
ADVERTISEMENT

આ પ્રક્રિયા બાદ ફોટો તુરંત બદલાઈને નહીં આવે તમારે એના માટે કેટલાક દિવસોની રાહ જોવી પડશે. તમને URN સાથે એક સ્લિપ પણ આપવામાં આવશે. જેની મદદથી તમે આધાર અપડેટ સ્ટેટસને ટ્રેક કરી શકશો. એકવાર તમારો ફોટો અપડેટ થઈ ગયા બાદ તમે UIDAIની વેબસાઈટ પર જઈને નવા ફોટોવાળુ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
ADVERTISEMENT
વધુ વાંચો : ઓનલાઇન સ્કેમથી બચવું છે? તો ભૂલથી પણ આવું આધાર કાર્ડ હવે ક્યાંય ન આપતા, જાણો કેમ
આધાર કેવી રીતે ડાઉનલોડ કરવું
1. uidai.gov.in પર જઈને ભાષા સીલેક્ટ કરો.
2. ગેટ આધારના ઓપ્શનમાં ડાઉનલોડ આધાર સીલેક્ટ કરો.
3. માય આધાર પર જઈને લોગીન કરો.
4. આધાર નંબર, કેપ્ચા કોડ ભરો
5. મોબાઈલ નંબર પર આવેલ OTP નાખો.
6. નવા ખુલેલી વિંડોમાં ડાઉનલોડ આધાર પર ક્લિક કરો.
7. નીચે સ્ક્રોલ કરી ડાઉનલોડ આધાર પર ક્લિક કરવાથી આધાર ડાઉનલોડ થઈ જશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.