બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / On having 'obscene lyrics' in songs, Honey Singh said - Then why do people listen? They have fun!

મનોરંજન / ગીતોમાં 'અશ્લીલ લિરિક્સ' રાખવા પર હની સિંહે કહ્યું- તો પછી લોકો શા માટે સાંભળે છે? એમને મજા આવે છે!

Megha

Last Updated: 01:29 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હનીએ તેના ગીતોના 'ભદ્દા લિરિક્સ' વિશે જવાબ આપતા કહ્યું હતું કે 'અગાઉ પણ મેં જાણી જોઈને આવું કંઈ લખ્યું ન હતું. જો એવું હતું, તો લોકો શા માટે સાંભળે છે?

  • હની સિંહે ગીતોમાં 'મિસોજીની' પર વાત કરી હતી 
  • મેં છેલ્લા 15 વર્ષમાં ઘણા લગ્નોમાં પરફોર્મ કર્યું છે
  • 'હવે લોકો વધુ સેન્સિટિવ થઈ રહ્યા છે'

સિંગર-રેપર હની સિંહ તેના નવા આલ્બમ 'હની સિંહ 3.0' સાથે લોકો સામે આવી રહ્યો છે અને આ આલ્બમનું ગીત 'નાગન' શનિવારે જ રિલીઝ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે બોલિવૂડથી દૂર રહ્યા બાદ હનીએ ગયા વર્ષે 'ભૂલ ભુલૈયા 2' ગીતથી કમબેક કર્યું હતું. આ વર્ષે તેણે અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની ફિલ્મ 'સેલ્ફી'માં પણ એક ગીત હતું. 

સામાન્ય રીતે હની સિંહના ગીતોના ગીતોને લઈને ઘણી ટીકા થતી રહે છે અને તેના પર ઘણી વખત આરોપ લગાવવામાં આવ્યો છે કે તેના ગીતો 'મિસોજીની'ને પ્રોત્સાહન આપે છે. એવામાં પોતાના નવા આલ્બમ સાથે લોકોનું મનોરંજન કરવા આવી રહેલા હની સિંહને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો તેને કહ્યું કે ક્યારેય ઈરાદાપૂર્વક આવું કર્યું નથી. 

હની સિંહે ગીતોમાં 'મિસોજીની' પર વાત કરી હતી 
હનીએ તેના ગીતોના 'ભદ્દા લિરિક્સ' વિશે જવાબ આપતા કહ્યું હતું કે 'અગાઉ પણ મેં જાણી જોઈને આવું કંઈ લખ્યું ન હતું. જો એવું હતું, તો લોકો શા માટે સાંભળે છે? જો મારા ગીતોમાં 'મિસોજીની' હોય તો શા માટે કોઈ મને તેમની પુત્રીના લગ્નમાં પરફોર્મ કરવા માટે આમંત્રિત કરે? મેં છેલ્લા 15 વર્ષમાં ઘણા લગ્નોમાં પરફોર્મ કર્યું છે. મેં ઘણું પરફોર્મ કર્યું છે અને એ સમયે આન્ટીઓ સ્ટેજ પર આવે છે અને 'આંટી પુલિસ બુલા લેગી' ગીતો પર મારી સાથે ડાન્સ કરે છે. ' 

'હવે લોકો વધુ સેન્સિટિવ થઈ રહ્યા છે'
આગળ પોતાની વાત રાખતા તેને કહ્યું કે 'કરણ અર્જુન'ના ગીત 'મુઝકો રાણા જી માફ કરના' ગીતને યાદ કર્યું અને તેણે કહ્યું કે તે સમયે લોકોને આ ગીત સામે કોઈ વાંધો નહોતો. લોકો જેટલા વધુ વાંચી રહ્યા છે તેટલા વધુ સેન્સિટિવ બન્યા છે અને જેટલા વધુ સેન્સિટિવ બની રહ્યા છે તેઓ ખોટું સમજી રહ્યા છે. પહેલાના લોકો વધુ બુદ્ધિશાળી હતા, બૌદ્ધિક હોવું અને શિક્ષિત હોવું એમાં ફરક છે. 

નોંધનીય છે કે હની સિંહ તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને કારણે 2015 થી બ્રેક પર ગયો હતો પણ ધીમે ધીમે તે સંગીત તરફ પાછો ફર્યો છે. તેમના જીવન પર નેટફ્લિક્સ ડોક્યુમેન્ટ્રી પણ બની રહી છે અને હનીનું ત્રીજું આલ્બમ 'હની સિંહ 3.0' રિલીઝ માટે તૈયાર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ