લસણને અત્યાર સુધી તમે ફક્ત ખાવામાં સ્વાદ વધારવા અથવા બદલાતી ઋતુની અસરથી બચવા ઉપયોગ કર્યું હશે પરંતુ હવે તમે તેનો ઉપયોગ નેચરલ પેસ્ટીસાઇડ બનાવવાની રીતે પણ કરી શકો છો. લસણ મચ્છરોને દૂર ભગાડવામાં એક્સપર્ટ છે. જ્યારે પણ તમને મચ્છરો કરડે તો ત્યારે તમે તમારી સ્કીન પર લસણ ઘસો અથવા ઘરમાં જે જગ્યાએ મચ્છર હોય ત્યાં લસણ રાખી દો.
આનાથી મચ્છર તમારી આસપાસ પણ નહીં આવે. આ ઉપરાંત પણ લસણથી ઘણા એવા કામ છે જે કરી શકાય છે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય. તમારા બગીચામાં રહેનારા કીડા-મકોડાઓને લસણની ખુશ્બુથી નફરત હોય છે.
આ માટે લસણમાંથી બનેલું કીટનાશક તમારા ઘરને કીડાઓથી દૂર રાખી શકે છે. આને બનાવવા માટે એક કપ પાણીમાં અડધો કપ લિક્વિડ સાબુ લસણનું તેલ અથવા પહેલા પેસ્ટ અને મિનરલ ઑયલ મેળવીને હલાવો.
આ કીટનાશકને સાંજે અથવા રાત્રે તમારા બગીચામાં છાંટો. એક નાની બોટલમાં 4થી 5 લસણની કળીયોને કતરીને નાંખો. હવે આ બોટલમાં વિનેગર અને 4થી 5 ટીંપા લીંબૂનો રસ મેળવીને હલાવો. બસ તૈયાર છે તમારો DIY ફ્લોર ક્લીનર. આ ક્લીનરથી ફ્લોર પર ફેલાયેલા કીટાણુઓ ગાયબ થઈ જશે.