બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Old Pension and Ramlila Maidan Hoonkar, finally how different is OPS from NPS

OPS Vs NPS / ચૂંટણી, Old પેન્શન અને રામલીલા મેદાનમાં હુંકાર... આખરે NPSથી કેટલું અલગ છે OPS? જાણો વિગત

Priyakant

Last Updated: 01:08 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OPS Vs NPS News: નેશનલ મૂવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ (NMOPS)ના બેનર હેઠળ આ પેન્શન શંખનાદ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું

  • રાજધાની દિલ્હીમાં સ્થિત રામલીલા ગ્રાઉન્ડથી ફરી એક આંદોલનના સમાચાર 
  • શિક્ષકો-કર્મચારીઓની જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ
  • રામલીલા ગ્રાઉન્ડમાં તમામ રાજ્યોમાંથી શિક્ષકો અને કર્મચારીઓ પહોંચ્યા 

OPS Vs NPS : રાજધાની દિલ્હીમાં સ્થિત રામલીલા ગ્રાઉન્ડથી ફરી એક આંદોલનના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રવિવારે તમામ રાજ્યોમાંથી શિક્ષકો અને અન્ય કર્મચારીઓની મોટી ભીડ જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે અહીં એકત્ર થઈ હતી. નેશનલ મૂવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ (NMOPS)ના બેનર હેઠળ આ પેન્શન શંખનાદ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જાણો શું છે સમગ્ર વિવાદ ? 
નવી અને જૂની પેન્શન યોજનાને લઈને કેન્દ્ર સરકાર અને બિન-ભાજપ શાસિત રાજ્યો વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. આ ધમાસાણ વચ્ચે ફરી એકવાર OPSની માંગને લઈને દેખાવો જોવા મળી રહ્યા છે. જોકે સરકાર જૂની પેન્શન સ્કીમને પુનઃસ્થાપિત કરવાના પક્ષમાં નથી. 

જૂની પેન્શન યોજના 
મહત્વનું છે કે, જૂની પેન્શન યોજના હેઠળ નિવૃત્ત કર્મચારીને ફરજિયાત પેન્શનનો અધિકાર મળે છે. આ નિવૃત્તિ સમયે મળતા મૂળ પગારના 50 ટકા છે. એટલે કે બેઝિક વેતન કે જેના પર કર્મચારી નોકરી પૂરી કરીને નિવૃત્ત થાય છે તેનો અડધો ભાગ તેને પેન્શન તરીકે આપવામાં આવે છે. જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ પછી કર્મચારીને કાર્યકારી કર્મચારીની જેમ મોંઘવારી ભથ્થા અને અન્ય ભથ્થાઓનો લાભ મળતો રહે છે, એટલે કે જો સરકાર કોઈપણ ભથ્થામાં વધારો કરે છે, તો તે મુજબ પેન્શન વધે છે.

નવી પેન્શન યોજનાથી OPS કેટલું અલગ છે?
આ તરફ નવી પેન્શન યોજના વર્ષ 2004માં લાગુ કરવામાં આવી હતી અને તેના કાર્યક્ષેત્રમાં તે સરકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે જેમની 2004 પછી નિમણૂક કરવામાં આવી છે. જૂની અને નવી પેન્શન યોજનાઓ વચ્ચે ઘણો તફાવત હોવા છતાં બંનેના કેટલાક ફાયદા અને ગેરફાયદા પણ છે. આમાં સૌથી મોટો તફાવત એ છે કે, OPS હેઠળ પેન્શનની રકમ સરકારી તિજોરીમાંથી ચૂકવવામાં આવે છે અને આ યોજનામાં પેન્શન માટે કર્મચારીઓના પગારમાંથી કોઈ પૈસા કાપવાની જોગવાઈ નથી. 

આ તરફ NPSમાં આવતા કર્મચારીઓના પગારમાંથી 10 ટકા કાપવામાં આવે છે. નવી પેન્શન યોજનામાં જીપીએફની સુવિધા ઉપલબ્ધ નથી, જ્યારે જૂની પેન્શન યોજનામાં આ સુવિધા કર્મચારીઓને મળે છે. નવી પેન્શન સ્કીમ શેરબજાર પર આધારિત છે, તેથી લાંબા ગાળામાં વધુ સારું વળતર મળવાની સંભાવના છે, જોકે ઓછા વળતરના કિસ્સામાં ફંડની ખોટ થવાની સંભાવના છે.

જાણો સરકારી તિજોરી પર બોજ પડશે કે નહીં ? 
સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) સરકારી તિજોરી પર બોજ વધારે છે. આ સંદર્ભે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગયા સપ્ટેમ્બરમાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં આંકડાઓ સાથે આ બોજ વિશે માહિતી આપવામાં આવી હતી. અહેવાલ મુજબ જૂની પેન્શન યોજનાના અમલીકરણથી રાજકોષીય સંસાધન પર વધુ દબાણ આવશે અને રાજ્યોની બચતને અસર થશે. જો આરબીઆઈનું માનીએ તો તેના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જૂની પેન્શન યોજનાને ફરીથી અપનાવવાથી ટૂંકા ગાળામાં રાજ્યોના પેન્શન ખર્ચમાં ચોક્કસપણે ઘટાડો થશે, પરંતુ ભવિષ્યમાં અનફંડ્ડ પેન્શન જવાબદારીઓમાં ભારે વધારો થશે. OPSને કારણે પેન્શન બોજમાં વધારો 2030 સુધીમાં NPSમાં રાજ્યો દ્વારા કરવામાં આવેલા યોગદાન કરતાં વધુ હશે.

રાજ્યોની નાણાકીય સ્થિતિ પર અસર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આ અભ્યાસ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, જૂની પેન્શન યોજના અપનાવ્યા બાદ પેન્શન પરનો ખર્ચ નવી પેન્શન યોજના હેઠળ અંદાજિત પેન્શન ખર્ચ કરતાં લગભગ 4.5 ગણો વધી જશે. તેના કારણે સરકારી તિજોરી પરનો બોજ પણ 2060 સુધીમાં વધીને જીડીપીના 0.9 ટકા થઈ શકે છે. સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર, OPS પુનઃસ્થાપિત કરવાથી રાજ્યોની નાણાકીય સ્થિતિ પર પણ અસર પડશે અને તે બગડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ