Now good news has come for the devotees coming to Somnath, this hint given by DyCM Nitin Patel after Mahadev's darshan
ગીર સોમનાથ /
હવે સોમનાથ આવતા ભક્તો માટે આવ્યા સારા સમાચાર, મહાદેવના દર્શન બાદ DyCM નીતિન પટેલે આપ્યા આ સંકેત
Team VTV11:59 AM, 09 Aug 21
| Updated: 12:01 PM, 09 Aug 21
શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને તેમણે ગીર સોમનાથમાં અનેક લોકાર્પણ કાર્યો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું
મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી
હજારો ભક્તો મહાદેવના દર્શને આવે છે
દરિયા કિનારે પણ વોક-વેનું આયોજન કરાયું
શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. નીતિન પટલે દર્શન કર્યા બાદ કહ્યું કે મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી છે
દરિયા કિનારે પણ વોક-વેનું આયોજન કરાયું
મહત્વનું છે કે હજારો ભક્તો મહાદેવના દર્શન કાજે આવે છે ત્યારે નીતિન પટલે દરિયા કિનારે પણ વોક વે બનશે તેવું જણાવ્યું હતું એટલું જ નહીં સોમનાથમાં બીજા આગામી સમયામાં બીજા પણ લોકાપર્ણના કાર્યક્રમો હાથ ધરાશે એવી પણ જાણકારી આપી હતી મહત્વનું છે કે DyCM એ સોમનાથ મહાદેવ મંદિરમાં રાજ્યમાં સારો ખેતી લાયત વરસાદ આવે તેમજ રાજ્યમાંથી કોરોના મહામારી દુર થાય તે માટે ભગવાન શિવને પ્રાર્થના કરી હતી.
આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત
આ વખતે તા.૯ ઓગષ્ટથી શ્રાવણ મહિના સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે જે ૬ સપ્ટેમ્બરના રોજ સોમવારના દિવસે શ્રાવણ મહિનો પૂર્ણ થશે. મહત્વનું છે કે લાંબા સમય બાદ શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવી રહ્યા છે. જેને લઇનેશિવભક્તોમાં ભારે આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.
શિવ મંદિરો શિવ ભોલેના નાદની ગૂંજી ઉઠ્યા
ઉલ્લેખનિય છે શ્રાવણમાં શિવ મહિમાનું વિશેષ મહત્વ હોવાથી શિવ ભક્તો ઉપવાસ અને ભગવાન શિવની આધારના કરતા હોય છે એટલું જ નહીં પાંચ સોમવારવાળા આ શ્રાવણ માસને ભક્તો અતિશુભ માની ભગવાની શિવની પૂજા કરી છે અને બિલીપત્ર ચઢાવે છે. શિવભક્તો આખો માસ ઉપવાસ કરીને, શિવલિંગ પર દૂધ, બિલીપત્ર ચઢાવીને, યથાશક્તિ દાન કરીને, ઓમ નમઃ શિવાયના જાપ કરીને ભગવાન શિવના આશિર્વાદ અને કૃપાદ્રષ્ટિ મેળવશે. આ માસ દરમિયાન શિવભક્તો આજુબાજુના પ્રખ્યાત શિવમંદીરોના દર્શન કરીને ધન્યતા અનુભવશે.