બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / વડોદરા / Notice to absent teachers and principal in election proceedings

વડોદરા / ચૂંટણીની કામગીરીમાં ન જનાર સગર્ભા શિક્ષિકાઓ સામે કાર્યવાહી, ગેરહાજર રહેનારને ફટકારાઈ કારણદર્શક નોટીસ

Dhruv

Last Updated: 04:55 PM, 3 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં BLOની કામગીરી દરમ્યાન શિક્ષકો-આચાર્ય હાજર ન થતા ચૂંટણી શાખા 41 શિક્ષક-આચાર્યને નોટિસ ફટકારાતા રોષ.વડોદરામાં BLOની કામગીરી દરમ્યાન શિક્ષકો-આચાર્ય હાજર ન થતા ચૂંટણી શાખા 41 શિક્ષક-આચાર્યને નોટિસ ફટકારાતા રોષ.

  • વડોદરામાં ચૂંટણી કામગીરીમાં ન જનારા શિક્ષક-આચાર્યને નોટિસ 
  • 2 શિક્ષકો સગર્ભા-6 શિક્ષકોના બાળકો 1 વર્ષથી નાના છતાં ઓર્ડર અપાયો
  • રોટેશન પ્રમાણે વારો ન આવતો હોય તેવાં શિક્ષકોને પણ ઓર્ડર અપાયા

વડોદરામાં ચૂંટણીની કામગીરીમાં ન જનારા શિક્ષણ સમિતિના શિક્ષક-આચાર્યને નોટિસ ફટકારવાનો મામલો સામે આવ્યો છે. શિક્ષણ સમિતિના શિક્ષક-આચાર્યને BLOની કામગીરી સોંપવામાં આવી હતી. દરમ્યાન જે શિક્ષકો-આચાર્ય હાજર ન હોતા થયા તેઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. આથી, ચૂંટણી શાખા દ્વારા 41 શિક્ષક-આચાર્યને નોટિસ પાઠવતાં શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ ઘટનામાં 2 શિક્ષકો સગર્ભા અને 6 શિક્ષકોના બાળકો 1 વર્ષથી નાના હોવા છતાં ચૂંટણી શાખા દ્વારા ઓર્ડર અપાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ડ્યુટી હોવા છતાં 8 શિક્ષકોને ચકાસણી વિના ફરીથી ઓર્ડર આપવામાં આવ્યો. રોટેશન પ્રમાણે વારો ન આવતો હોય તેવાં શિક્ષકોને પણ ચૂંટણી શાખા દ્વારા ઓર્ડર આપવામાં આવ્યા. જેથી જે શિક્ષકો-આચાર્ય હાજર ન હોતા થયા તેઓને નોટિસ પાઠવવામાં આવી. તેમજ શિક્ષક-આચાર્યને નોટિસનો 1 દિવસમાં લેખિતમાં જવાબ આપવા આદેશ પણ કરાયો. જો નોટિસનો જવાબ નહીં આપવામાં આવે તો તેઓની સામે કડક કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ મામલે કેટલાંક પ્રશ્નો ઉભા થાય છે. જેમ કે....

  • સગર્ભા શિક્ષકોને કામગીરી કેવી રીતે આપી શકાય?
  • 1 વર્ષ કરતા નાના બાળકો હોય તેવાં શિક્ષકોને પણ કેમ જવાબદારી સોંપાઇ?
  • શું કામગીરી આપ્યા પહેલાં શિક્ષકોની માહિતી ચૂંટણી વિભાગ દ્વારા નહોતી મેળવવામાં આવી?
  • સગર્ભા શિક્ષકોને નોટિસ પાઠવનારાઓમાં માનવતા છે કે નહીં?
  • શું અધૂરી માહિતી સાથે શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી?
  • શું શિક્ષકોનું કારણ વ્યાજબી હોવા પર તેઓને છૂટછાટ ન મળવી જોઈએ?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ