બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / No justification now for keeping schools closed in view of Covid-19: World Bank Education Director

મહામારી / કોરોનાને કારણે સ્કૂલો બંધ રાખવાની વાતમાં કંઈ દમ નથી, વર્લ્ડ બેન્કના એજ્યુકેશન ડિરેક્ટરે કેમ આવું કહ્યું જાણો

Hiralal

Last Updated: 06:39 PM, 16 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની ત્રીજી લહેરને કારણે બંધ પડેલી સ્કૂલો ખોલવાને લઈને વર્લ્ડ બેન્કના શિક્ષણ ડિરેક્ટર જૈમે સાવેદરાએ એક મોટું નિવેદન આપ્યું છે.

  • વર્લ્ડ બેન્કના એજ્યુકેશન ડિરેક્ટરનું મોટું નિવેદન 
  • કોરોનાને કારણે ભારતમાં સ્કૂલો બંધ રાખવાનો કોઈ અર્થ નથી
  • કોરોનાને કારણે બાળકોને ઓછું જોખમ

ભારતમાં કોરોનાના ડરને કારણે સ્કૂલો બંધ રાખનાર રાજ્ય સરકારોએ વર્લ્ડ બેન્કના શિક્ષણ ડિરેક્ટરનું નિવેદન ધ્યાનમાં લેવા જેવું છે. કોરોનાના ડરથી વાલીઓ પણ તેમના બાળકોને સ્કૂલોએ મોકલતા નથી ત્યારે હવે સ્કૂલો અને કોરોના વચ્ચે કોઈ સીધા સંબંધ નથી તેવું એક મોટું નિવેદન સામે આવ્યું છે. 

લોને ફરી વાર ખોલવા માટે બાળકોના વેક્સિનેશનની રાહ જોવાનો કોઈ અર્થ નથી

વર્લ્ડ બેન્કના શિક્ષણ ડિરેક્ટર જૈમે સાવેદરાએ જણાવ્યું કે સ્કૂલોને ફરી વાર ખોલવા માટે બાળકોના વેક્સિનેશનની રાહ જોવાનો કોઈ અર્થ નથી અને તેની પાછળ કોઈ વિજ્ઞાન નથી. તેમણે કહ્યું કે કોરોનાને કારણે બાળકોને ઓછું જોખમ છે પરંતુ સ્કૂલ બંધ કરવાનો ખર્ચ ઘણો વધારે છે. મહામારી દરમિયાન સ્કૂલ બંધ થવાને કારણે ભારતમાં શીખવાની વૃતિ 55થી વધીને 70 થવાની ધારણા છે. 

સ્કૂલો બંધ રાખવાનો કોઈ અર્થ નથી-સાવેદરા 

જૈમે સાવેદરાએ જણાવ્યું કે સ્કૂલો ફરી વાર શરુ કરવાથી કોરોનાના કેસમાં ઉછાળો આવશે તેવું સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી તેમણે એવું પણ કહ્યું કે સ્કૂલ સુરક્ષિત સ્થાન છે. જાહેર નીતિના દ્રષ્ટિકોણથી બાળકોના વેક્સિનેશન સુધી રાહ જોવાનો કોઈ અર્થ નથી કારણ કે તેની પાછળ કોઈ વિજ્ઞાન નથી. 

સ્કૂલ ખોલવા અને કોરોનાના ફેલાવાની વચ્ચે કોઈ સંબંધ નથી 
તેમણે કહ્યું કે સ્કૂલ ખોલવા અને કોરોનાના ફેલાવાની વચ્ચે કોઈ સંબંધ નથી. બન્નેને જોડવાના કોઈ પુરાવા નથી અને હવે સ્કૂલો બંધ રાખવાનો કોઈ અર્થ નથી. ભલેને કોરોનાની ત્રીજી લહેર હોય, સ્કૂલોને બંધ રાખવી છેલ્લો ઉપાય નથી. રેસ્ટોરેન્ટ, બાર, શોપિંગ મોલ ખુલ્લા રાખવા અને સ્કૂલોને બંધ રાખવી એ વાતનો પણ કંઈ અર્થ નથી. 

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર, મોટાભાગના રાજ્યોએ બંધ કરી છે સ્કૂલો
ભારતમાં હાલમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે અને મોટાભાગના રાજ્યોએ સ્કૂલો બંધ કરી છે ત્યારે હવે વર્લ્ડ બેન્કના એજ્યુકેશન ડિરેક્ટરનું આ નિવેદન ખૂબ  મહત્વનું છે અને રાજ્યોએ તેની નોંધ લેવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ