બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Nitin Patel's big statement on alcohol ban in Gujarat

દારૂ'બંધી' / જો દારૂબંધી માટે અમારે આવું કરવું પડે તો પણ અમે તૈયાર છીએ : નીતિન પટેલ

Vishnu

Last Updated: 09:16 PM, 3 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતિન પટેલે કહ્યું ગૃહ વિભાગની એક સિસ્ટમ છે કે જે -તે પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડાય તો ત્યાંના પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવે છે

  • ગુજરાતમા દારુબંધી માટે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનુ નિવેદન
  • દારુ બંધી માટે ટેક્ષની આવક ગુમાવવી પડે તો ગુમાવીશુ.
  • દારૂ પકડાય છે તે વિસ્તારના PI-PSI સામે પણ પગલા લેવાય છે

દારૂબંધી પર નીતિન પટેલે આપ્યું નિવેદન
નીતિન પટેલે આ દરમ્યાન રાજ્યમાં દારૂબંધી વિશે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું આપણું ગુજરાત દારૂબંધીને વરેલું છે. દારૂબંધી માટે રાજ્યએ મોટી આવક જતી કરવી પડે તો પણ અમે જતી કરવા તૈયાર છે. રાજ્યનું ગૃહવિભાગ દારૂબંધીના નિયમોના ઉલ્લંઘન પ્રત્યે કડક વલણ અપનાવે છે. આપ સૌને ખ્યાલ છે કે ગૃહ વિભાગની એક સિસ્ટમ છે કે જે -તે પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડાય તો ત્યાંના પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવે છે. તેમણે નિવેદન દરમિયાન ભાર આપીને કહ્યું હતું કે સરકાર દારૂબંધી માટે ટેક્ષની આવક પણ જતી કરવા તૈયાર છે. 

ગુજરાતમાં દારૂ પીતા લોકોના આંકડા!
ચોમાસા સત્રમાં સામાજિક અધિકારિતા અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ પરેશાન કરી મૂકે એવા છે. આ ડેટા નારાયણસ્વામી દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલ આંકડાઓ પર આધારિત છે. આ ડેટા એઇમ્સ દ્વારા 2019 માં નેશનલ ડ્રગ યુઝ સર્વેમાં એકઠો કરવામાં આવ્યો હતો. 

રાજસ્થાન કે બિહાર કરતાં પણ ગુજરાત આગળ ?
આ ડેટા મુજબ ગુજરાતમાં 4.3% લોકો આલ્કોહોલ ડીપેન્ડન્ટ છે એટલે કે આ લોકો  નિયમિત રીતે દારૂનું સેવન કરે છે અને તેને આધારિત છે. આમાં ક્યારેક ક્યારેક દારૂનું સેવન કરતાં લોકોનો સમાવેશ થતો નથી. વસ્તીના 4.3% લોકો એટલે 19.53 લાખ લોકો એડિક્ટ છે. 
આ આંકડો જ્યાં દારૂ પીવાની કાયદાકીય છૂટ છે એવા રાજ્યો કરતાં પણ વધારે છે. 
રાજસ્થાનમાં 2.3% લોકો દારૂનું વ્યસન ધરાવે છે
બિહારમાં 1% લોકો દારૂનું વ્યસન ધરાવે છે. 
તો જમ્મુ કશ્મીરમાં 4% જેટલો દારૂ પીવાય છે. 
36.5 લાખ લોકો દારૂ કે ડ્રગ્સના બંધાણી

આ સર્વેમાં કરવામાં આવેલા ચોંકાવનારા દાવાઓમાં એક દાવો એ પણ છે કે ગુજરાતમાં 8% લોકો ડ્રગ્સ અને દારૂના બંધાણી છે. એટલે કે 36.5 લાખ લોકો આ પ્રકારના નશાની લત લાગી ગઈ છે

ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી જ
રોજે રોજ અનેક એવા અહેવાલો મળે છે કે જેમાં કાં તો દેશી દારૂની હાટડીઓ ચાલતી હોય છે અને યા તો  કોઈ બુટલેગર ખુલ્લેઆમ દાદાગીરીથી દારૂ વેચતો હોય ત્યારે હજુ બે દિવસ પહેલા વડોદરાના કહેવાતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામ પુરતી જ છે. દારૂની હાટડીઓ સરેઆમ ધમધમી રહી છે. પોલીસ ફક્ત દરોડાના નામે નાટક કરી બુટલેગરોને છાવરીજ રહી હોય તેવુ લાગી રહ્યું છે. વડોદરાના સાવલી ગામે ખુલ્લે આમ ધમધમતી દેશી દારૂની હાટડીઑ પર તંત્ર દ્વારા કોઈ એક્શન ન લેવાતા ગ્રામજનોએ જનતા રેડ કરી દારૂના વેપલાનો પર્દાફાશ કર્યો છે. ગ્રામજનોનો આરોપ છેકે ભૂપેન્દ્ર મણીલાલ ચુનારા નામના બુટલેગર ગામમાં દારૂની હાટડીઓ ચલવે છે અને આસપાસના ગામમાં દારૂના ધમધોકાર વેચાણ પણ કરે છે પોલીસને જાણ કરી હોવા છતાં પણ પોલીસ હાથ પર હાથ ધરી બેસી રહી છે. નશાની લતના કારણે યુવાનોના અકાળે મૃત્યુ થઇ રહ્યાં છે.  તો બીજી તરફ પંચમહાલમાંથી ભાજપના પૂર્વના સાસંદનૌ પૌત્ર દારૂના મોટા જથ્થા સાથે ઝડપાયો છે. પ્રભાતસિંહ ચૌહાણના પૌત્રને દારૂના જથ્થા સાથે પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે. દિવ્યરાજસિંહ ચૌહાણ ઉર્ફે રાજાની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. વિદેશી દારૂની 312 બોટલ સહિત 17 લાખનો મુદ્દામાલ જપ્ત પણ કર્યો છે. ભાદરોલી ખુર્દ ગામમાં ખેતરમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. ત્યારે વેજલપુર પોલીસે દરોડા પાડીને સાંસદના પૌત્રને ઝડપ્યો છે.

દારૂબંધીને પડકારતી અરજી મુદ્દે હાઈકોર્ટનું શું માનવું હતું
રાઈટ ટુ પ્રાઈવસીના આધારે દારૂબંધીને પડકારતી અરજીઓ HCમાં ટકી શકે
એડવોકેટ જનરલે ઉઠાવેલા વાંધાને હાઈકોર્ટે ફગાવ્યો હતો
AGએ કહ્યું હતું, આ અરજી સુપ્રીમ કોર્ટમાં જ કરી શકાય
વ્યકિત પોતાના ઘરમાં શું ખાઈ, પી શકે તેનો અંકુશ સરકાર ન રાખી શકે: અરજદાર
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ