Nirmala Sitharaman bank merger real estate sector boost on card
જાહેરાત /
મોદી સરકારનો મોટો નિર્ણય: PNBમાં UBI અને OBC બૅંકનું મર્જર, હવે દેશમાં માત્ર 12 પબ્લિક સેક્ટર બૅંક
Team VTV04:54 PM, 30 Aug 19
| Updated: 05:49 PM, 30 Aug 19
મંદ પડતી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે 23 ઓગસ્ટના રોજ કરાયેલી જાહેરાતો બાદ શુક્રવારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સરકારી બૅંકોમાં મહા મર્જર પ્લાનની જાહેરાત કરી છે. આવનારા સમયમાં પબ્લિક સૅક્ટરની 10 બૅંકોનું મર્જર કરીને મોટી 4 બૅંકો કરવાની જાહેરાત કરાઈ છે.
બેંકિંગ સેક્ટરમાં મર્જર
નિર્મલા સીતારમણે પંજાબ નેશનલ બેંક, યૂનાઇટેડ બેંક ઓફ ઇન્ડીયા અને ઓરિયન્ટલ બેંકનાં વિલયની જાહેરાત કરી છે. આ વિલય બાદ PNB દેશની સૌથી મોટી બીજા નંબરની સરકારી બેંક બની જશે. આ સિવાય નિર્મલા સીતારમણે કેનરા બેંક અને સિંડિકેટ બેંકનાં વિલયની પણ જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે જણાવ્યું કે, યૂનિયન બેંક ઓફ ઇન્ડીયા, આંધ્રબેંક અને કોર્પોરેશન બેંકનું પણ વિલય થશે.
આ સિવાય ઇન્ડીયન બેંકમાં અલાહાબાદ બેંકનાં વિલયની પણ જાહેરાત કરવામાં આવી છે. આ વિલય બાદ દેશને 7મી મોટી PSU બેંક મળશે. નાણાંમંત્રીની જાહેરાત બાદ દેશમાં હવે 12 PSBs બેંક રહી ગઇ છે. જો કે હજી સુધી બેંકિગ સ્ટાફની છટણી કરવામાં નથી આવી. આ પહેલા વર્ષ 2017માં પબ્લિક સેક્ટરની 27 બેંકો હતી.
Finance Minister Nirmala Sitharaman: After today's announcement (merger of banks) post consolidation, India will now have 12 Public Sector Banks from 27 Public Sector Banks. pic.twitter.com/bTTGQva1Cm
નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું કે 18માંથી 14 સરકારી બેંકો નફામાં છે. નિર્મલા સીતારામણે કહ્યું કે હાઉસિંગ ફાઇનાન્સે 3300 કરોડ રૂપિયાનો સપોર્ટ સરકાર કરશે. તેઓએ વધુમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં 3 લાખથી વધુ શેલ કંપનીઓ બંધ થઇ ચૂકી છે. નીરવ મોદીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ભાગેડુંઓની સંપત્તિને આધારે વસૂલાત ચાલુ છે. આ પહેલાં દિવસભર દબાણ હેઠળનાં વેપાર કરનાારા ભારતીય શેરબજારને નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફરન્સનાં સમાચારથી તેજી આવી હતી.
કારોબારનાં અંતમાં સેન્સેક્સ 263.86 પોઇન્ટ વધીને 37,332ની સપાટીએ બંધ રહ્યો હતો. તેમાં જો નિફ્ટીની વાત કરીએ 74.95 પોઇન્ટ (0.68%) મજબૂત થઇને 11,023.25 પોઇન્ટે બંધ રહ્યો. આ સતત બીજું સપ્તાહ છે કે જ્યારે અંતિમ બિઝનેસ ડે સેન્સેક્સ અને નિફ્ટીનાં વધારા સાથે બંધ થયો. પંજાબ નૅશનલ બૅન્ક (PNB), ઑરિએન્ટલ બૅંક ઓફ કોમર્સ (OBC) અને તથા યુનાઈટેડ બૅંક ઓફ ઈન્ડિયા (UBI)નું વિલિનીકરણ થશે. જેથી તે દેશની સૌથી મોટી બીજી બૅંક બનશે. જેનો બિઝનેસ 17.95 લાખ કરોડ હશે.