Team VTV07:51 PM, 26 Dec 21
| Updated: 07:57 PM, 26 Dec 21
ભારતના બે મોટા શહેર મુંબઈ અને દિલ્હીમાં કોરોનાનો કેર વધતો જાય છે સતત પાંચમા દિવસે મુંબઈમાં 922 અને દિલ્હીમાં 290 કેસ આવતા દેશનું ટેન્શન વધ્યું છે.
મુંબઈમાં 922 દિલ્હીમાં 290 કોરોના કેસ
બે મોટા શહેરમાં સતત પાંચમા દિવસે કોરોનાના કેસમાં ઉછાળો
દિલ્હીમાં સોમવારથી નાઈટ કર્ફ્યુ લાગુ પડશે
મહારાષ્ટ્રની હાલત ખરાબ, કોરોના અને ઓમિક્રોનનો બેવડો માર
દિલ્હીમાં કોરોના અને ઓમિક્રોનના વધી રહેલા કેસની વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આવતીકાલથી નાઈટ કર્ફ્યુની જાહેરાત કરી છે. મુંબઈમાં રવિવારે કોરોનાના 922 અને દિલ્હીમાં નવા 290 કેસ આવ્યાં છે. મુંબઈમાં ગઈ કાલે કોરોનાના 757 કેસ નોંધાયા હતા આ હિસાબે 24 કલાકમાં કોરોનાના કેસમાં 21 ટકાનો વધારો આવ્યો છે.
Night curfew to be imposed in Delhi from tomorrow (Dec 27) from 11:00 PM to 5:00 AM, in view of the rapidly increasing #COVID19 cases: Delhi Govt pic.twitter.com/0EV54oiJRI
મહારાષ્ટ્રના અહમદનગરની એક સ્કૂલમાં 52 બાળકો કોરોના સંક્રમિત આવતા તંત્ર દ્વારા સ્કૂલને સીલ કરી દેવાયું છે. મહારાષ્ટ્રમાં કોરોના અને તેના નવા વેરિયન્ટ ઓમિક્રોન કેર વરસાવી રહ્યા છે. રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે. અહમદનગરના ટાકલી ઢોકેશ્વરમાં જવાહર નવોદય વિશ્વવિદ્યાલયમાં 19 બાળકો કોરોના સંક્રમિત આવ્યાં હતા જે પછી 450 બાળકોનું ટેસ્ટિંગ કરાયું હતું. ટેસ્ટનો રિપોર્ટ આવ્યાં બાદ હવે બીજા 33 બાળકો કોરોના પોઝિટીવ આવ્યાં છે કુલ 52 બાળકો સંક્રમિત આવ્યાં છે. તંત્ર દ્વારા સ્કૂલ દ્વારા સીલ કરી દેવાયું છે અને તે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયો છે.
ઓમિક્રોનના કેસ વધશે તો લોકડાઉન-મહારાષ્ટ્રના મંત્રીની ચેતવણી
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યાં છે તેની વચ્ચે હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ એવી ચેતવણી આપી કે જો મેડિકલ ઓક્સિજનની માગ રોજની 800 મેટ્રિક ટન જેટલી વધશે તો રાજ્યવ્યાપી લોકડાઉન જાહેર કરવામા આવશે. તેમણે કહ્યું કે લોકો કોરોનાના પ્રતિબંધો વેઠે તેવી રાજ્ય સરકારની ઈચ્છા નથી પરંતુ કેસ વધશે તો રાજ્ય સરકારને લોકડાઉનની ફરજ પડશે. મહારાષ્ટ્રમાં હાલમાં ઓમિક્રોનના 108 કેસ છે જે દેશમાં સૌથી વધારે છે.
આ શહેરોમાં એલર્ટ
છેલ્લા એક સપ્તાહના આંકડા દર્શાવે છે કે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ખાસ કરીને દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ સિવાય દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ, કોલકાતા, બેંગ્લોર અને પુણે જેવા મોટા શહેરોમાંથી પણ ભયાનક આંકડાઓ સામે આવી રહ્યા છ
#COVID19 | Delhi reports 290 positive cases, one death, and 120 recoveries in the last 24 hours. Active cases 1,103 pic.twitter.com/iDM9ryYmg3
સરકાર અલર્ટ
ઓમીક્રોનના કેસને લઈને સરકારની હાલત પણ જોવા જેવી થશે એવું લાગી રહ્યું છે જેને પગલે શુક્રવારે ડેટા જાહેર કરતાં સરકારે કહ્યું હતું કે 10 માંથી 9 લોકો વેક્સિનના બંને ડોઝ લઈ ચૂક્યા હતા અને છતાં તેઓને ઓમીક્રોન સંક્રમણ થયું હતું.