બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Next 24 hours heavy for Gujarat! If Narmada Dam overflows, there is a possibility of flooding in Sabarmati

તૈયાર રહેજો! / આગામી 24 કલાક ગુજરાત માટે ભારે! નર્મદા ડેમ ઓવરફ્લો તો સાબરમતીમાં પૂર આવવાની શક્યતા

Priyakant

Last Updated: 02:31 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Forecast In Gujarat News: અંબાલાલ પટેલે આગામી 24 કલાકમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી

  • રાજ્યમાં ભારે વરસાદની આગાહી 
  • કેટલાક ભાગોમાં પડશે વરસાદ 
  • અંબાલાલ પટેલે આપી આગાહી

ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈ આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગની આગાહી વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગામી 24 કલાકમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં વડોદરા, સાવલી, આણંદ, ખેડા, નડીયાદમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે કહ્યું કે, બનાસકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા તો રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગરમાં વરસાદ પડી શકે છે. 

અંબાલાલ પટેલે ગુજરાતની સાથે-સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે નર્મદા નદીમાં પૂર અને ડેમ ઓવરફ્લો થવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, સાબરમતી નદીમાં પણ પૂર આવે તેવી સંભાવના છે. આ તરફ હવે હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. 

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 102 તાલુકામાં વરસાદ
હવામાન વિભાગની આગાહીને પગલે મેઘરાજા ગુજરાતમાં ધડબડાટી બોલાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 102 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.  જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ 9 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે 39 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. બીજી બાજુ આજ સવારથી નવસારીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદે નવસારી શહેરને જળબંબાકાર સ્થિતિમાં મૂકી દીધું છે. એવામાં ગુજરાતમાં આગામી 24 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આગામી 24 કલાકમાં મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે વડોદરા, સાવલી, આણંદ, ખેડા, નડિયાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, વિરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકામાં વરસાદની આગાહી છે.

આ વિસ્તારોમાં પણ પડી શકે છે ભારે વરસાદ
બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ જિલ્લામાં માધ્યમથી ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

આ જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર
આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદદાવાદ, આણંદ, ભરૂચ, અમરેલી અને ગીર સોમનાથમાં એરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, વડોદરા, સુરત અને નવસારીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. 

23 જુલાઈએ ગુજરાતના 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
આવતીકાલે એટલે કે સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, પાટણ, મોરબી, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ