બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Nadda lays serious allegations on PM Modi's security lapses

ગંભીર આરોપ / CM ચન્નીએ ફોન પણ ન ઉઠાવ્યો: PM મોદીની સિક્યુરિટીમાં ચૂક પર નડ્ડાએ લગાવ્યો ગંભીર આરોપ

Ronak

Last Updated: 04:40 PM, 5 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં જે ચૂક થઈ તે મામલે જે પી નડ્ડાએ સીએમ ચન્ની પર ગંભીર આક્ષેપો કર્યા છે. જેમા તેમણે એવું પણ કીધું સીએમ ચન્નીએ ફોન પર વાત પણ ન કરી

  • ભાજપ અધ્યક્ષના CM ચન્ની પર ગંભીર આરોપ 
  • PMની સુરક્ષામાં ચૂક મામલે લગાવ્યા ગંભીર આરોપ 
  • કહ્યું CM ચન્ની એ ફોન પણ ન ઉઠાવ્યો 

પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં આજે ભારે ચૂક થઈ જે મામલે હવે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જેપી નડ્ડાએ મુખ્યમંત્રી ચન્ની પર ભારે આક્ષેપ કર્યા છે. જે પી નડ્ડા દ્વારા કહેવામાં આવ્યું કે જ્યારે પીએંમ મોદીનો કાફલો ફસાયો હતો ત્યારે સીએમ ચન્નીએ ફોન પર વાત પણ ન કરી.

કોંગ્રેસે હારના ડરે કાર્યક્રમ રદ કરાવ્યો : નડ્ડા 

સમગ્ર મામલે જે પી નડ્ડાએ ટ્વીટ કરીને કહ્યુ કે પંજાબમાં ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે. જેથી કોંગ્રેસ હારના ડરે પીએમના કાર્યક્રમને રદ કરાવી રહી છે. સાથેજ નડ્ડાએ એવું પણ કહ્યું કોંગ્રેસને એ  વાત પણ યાદ રહી કે પીએમ મોદીને ભગતસિહ અને શહિદોને શ્રદ્ધાંજલિ આપવાની  હતી સાથેજ તેમને વિકાસના કાર્યોની આધારશિલા પણ મુકવાની હતી. 

વિકાસ વિરોધી સરકારનો ઉલ્લેખ 

જેપી નડ્ડાએ આ સમગ્ર મુદ્દે કહ્યું કે પંજાબની કોંગ્રેસ સરકારે એ સાબિત કરી બતાવ્યું કે તેઓ વિકાસ વિરોધી છે. સાથેજ એવું પણ ક્હ્યું કે સ્વતંત્રતા સેનાનીઓ માટે પણ તેમના મનમાં કોઈ સન્માન નથી. 

PMની સુરક્ષામાં ચૂંક ચિંતાનો વિષય: નડ્ડા 

ભાજપ અધ્યક્ષે આ મામલે કહ્યું કે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ ઘટના પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક હતી. પંજાબના પ્રમુખ સચિવ, ડિજીપી અને એસપીજીને કહેવામાં આવ્યું હતું કે તેઓ પીએમ મોદીનો રૂટ સાફ રાખે તેમ છતા તેમણે પ્રદર્શનકારિઓને ત્યા જવા દીધા. સાથેજ સીએમ ચન્નીએ પણ આ મામલે સમાધાનની ના પાડી દીધી.

પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ 

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે જે પી નડ્ડાએ એવું કહ્યું કે પંજાબ કોંગ્રેસ દ્વારા જે રણનિતી રચવામાં તે લોકતંત્રમાં વિશ્વાસ રાખનારા લોકો માટે પિડાજનક છે. સાથેજ તેમણે કહ્યું કે પોલીસે તેમની મનમાની કરી છે અને પ્રદર્શનકારીઓ જોડે મળીને આ કવતરુ રચ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ