બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ભારત / Mukhtar Ansari's wealth of 1200 crores, how much action was taken on mafia's black business, read details

અંસારી ડેથ / મુખ્તાર અંસારી પાસે કેટલી સંપત્તિ હતી? જપ્તનો આંકડો અબજોમાં, જેલમાંથી 3 વખત જીત્યો હતો ચૂંટણી

Pravin Joshi

Last Updated: 12:20 AM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માફિયા મુખ્તાર અંસારીનું ગુરુવારે મોડી રાત્રે બાંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં અવસાન થયું હતું.

મુખ્તાર અંસારીનું નામ કોણે સાંભળ્યું નહીં હોય. જો આપણે પૂર્વાંચલની વાત કરીએ તો ત્યાંના દરેક વ્યક્તિએ તેનું નામ સાંભળ્યું જ હશે. ગાઝીપુરમાં જન્મેલા મુખ્તાર અન્સારીનો પરિવાર પ્રતિષ્ઠિત રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. મુખ્તારના દાદા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ અને સ્વાતંત્ર્ય સેનાની હતા. મુખ્તાર અંસારી વિરુદ્ધ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. મુખ્તાર જેલમાંથી જ પોતાની ગેંગ ચલાવતો હતો.

મુખ્તાર અંસારીનો MLA પુત્ર પણ ઓછો નથી, જેલમાં વહુ સાથે ખાનગીમાં ઝડપાયો,  ત્યાં બેઠાં-બેઠા આવું કરતો | The whole family of Mukhtar Ansari is being  slaughtered by the law

મુખ્તાર અંસારીને બે ભાઈઓ છે. જેમાં અફઝલ અંસારી હાલ ગાઝીપુરથી સાંસદ છે. મુખ્તાર પોતે પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ જેલમાં રહીને ત્રણ વખત ચૂંટણી જીત્યા હતા. તેમણે 2022ની વિધાનસભા ચૂંટણી લડી ન હતી. તેમણે તેમના મોટા પુત્ર અબ્બાસ અન્સારીને આ બેઠક પરથી ચૂંટણી લડાવ્યા અને તેઓ ત્યાંથી જીત્યા. અબ્બાસ અંસારી પણ હાલ જેલમાં છે. મુખ્તારની પત્ની શાયસ્તી પરવીન અને નાનો પુત્ર ઉમર અંસારી પણ ફરાર છે. આ બંને વિરુદ્ધ અનેક કેસ નોંધાયેલા છે.

mukhtar ansari and his wife suffers heart attack admitted to hospital

કેટલી મિલકત જપ્ત કરવામાં આવી?

મુખ્તાર અંસારી ગેંગના સભ્યો સામે અત્યાર સુધીમાં 155 FIR નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં મુખ્તારની કુલ રૂ. 586 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે અને રૂ. 2100 કરોડથી વધુના ગેરકાયદેસર ધંધા બંધ કરવામાં આવ્યા છે. જો કે યોગી આદિત્યનાથની સરકાર દરમિયાન મુખ્તાર અંસારીના વર્ચસ્વ સામે જબરદસ્ત કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા વર્ષો દરમિયાન તેમની લગભગ 605 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

www.vtvgujarati.com/sites/default/files/news_image...

એક જમાનામાં આખા પૂર્વાંચલમાં માફિયાઓ મુખ્તાર વિશે ખૂબ બોલતા હતા. પરંતુ છેલ્લા 18 મહિનામાં તેને 8 કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે તેના 292 સહયોગીઓ સામે 160 કેસ નોંધાયા હતા. જ્યારે કેટલાક મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો યોગી સરકાર દરમિયાન તેમના 186 સહયોગીઓને જેલમાં મોકલવામાં આવ્યા છે. એટલે કે કુલ સરવાળો કરીએ તો માફિયાઓનો 604 કરોડ રૂપિયાનો કાળો કારોબાર નાશ પામ્યો છે. 

ચોટી કાપી નાખી', ભાજપ MLAની હત્યા બાદ બોલ્યોતો મુખ્તાર, જેલમાં બીજા માફિયા  સામે મારી બડાઈ | Baahubali leader and former MLA Mukhtar Ansari has been  sentenced court

વધુ વાંચો : BIG NEWS : માફિયા ડોન મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી મોત, બાંદા જેલમાં બગડી હતી તબિયત

માફિયા સામ્રાજ્યને ખતમ કરવા માટે અત્યાર સુધીમાં 317 કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી કલમ 14(1) હેઠળ કરવામાં આવી છે. આ ઉપરાંત 287 કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદેસર મિલકતનો નાશ કરીને કબજામાંથી મુક્ત કરવામાં આવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ