બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / ફેશન અને સૌંદર્ય / mukesh ambani reliance retail deal with GAP for became official retailer

બિઝનેસ / અંબાણીની વધુ એક મોટી ડીલ, રિલાયન્સના સ્ટોર પર હવે આ બ્રાન્ડની વસ્તુઓ પણ મળશે

MayurN

Last Updated: 09:04 PM, 6 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ રિટેલ લિમીટેડ હવે અમેરિકાની ફેશન બ્રાંડ ગૈપ(GAP)નું ઓફિશિયલ રીટેલર બની ગયું છે. આ અમેરિકન કંપની 1969માં સેન ફ્રાંસીસ્કોમાં સ્થપાયી હતી.

  • GAP એ અમેરિકાની ખ્યાતનામ ફેશન બ્રાંડ છે
  • આ કંપની 1969માં સેન ફ્રાંસીસ્કોમાં સ્થપાયી
  • આ કંપની ડેનિમ આધારીત કપડાઓ બનાવે છે

રિલાયન્સ રિટેલે કર્યો GAP સાથે કરાર
ભારતની સૌથી મોટી રિટેલર રિલાયન્સ રિટેલે અમેરિકન ફેશન બ્રાન્ડ GAP લિમિટેડ સાથે લાંબા ગાળાનો ફ્રેન્ચાઇઝી કરાર કર્યો છે. આ કરારથી રિલાયન્સ રિટેલ ભારતમાં ગેપ બ્રાન્ડની ઓફિશિયલ રિટેલર બની ગઇ છે. રિલાયન્સ રિટેલ તેના એક્સક્લુઝિવ બ્રાન્ડ સ્ટોર્સ, મલ્ટી બ્રાન્ડ સ્ટોર્સ અને ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ભારતીય ગ્રાહકોને ફેશન આઇટમ્સની ગેપ બ્રાન્ડ ઉપલબ્ધ કરાવશે. ગેપ એ ઘણી લાઈફ સ્ટાઈલ બ્રાન્ડ્સનો સંગ્રહ છે જે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે કપડાં, એસેસરીઝ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ જેવી ખાસ પ્રોડક્ટ્સ બનાવે છે. આ અમેરિકન એપરલ કંપનીની રચના 1969માં સાન ફ્રાન્સિસ્કોમાં થઇ હતી અને તે ડેનિમ આધારિત ફેશન માટે વિશ્વભરમાં જાણીતી છે. ગેપનું નાણાકીય વર્ષ 2021 નું નેટ વેચાણ 16.7 અબજ ડોલર હતું.

ગ્રાહકોને સારો અનુભવ રહેશે 
કરારના પ્રસંગે રિલાયન્સ રિટેલ લિમિટેડના સીઇઓ, ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ, અખિલેશ પ્રસાદે જણાવ્યું હતું કે, "રિલાયન્સ રિટેલમાં, અમે અમારા ગ્રાહકો માટે નવીનતમ અને શ્રેષ્ઠ લાવવામાં ગર્વ અનુભવીએ છીએ અને અમને અમારા ફેશન અને જીવનશૈલી પોર્ટફોલિયોમાં આઇકોનિક અમેરિકન બ્રાન્ડ, ગેપનો ઉમેરો કરવાની જાહેરાત કરતા આનંદ થાય છે. અમારું માનવું છે કે રિલાયન્સ અને ગેપ તેમના ગ્રાહકો માટે ઉદ્યોગ-અગ્રણી ફેશન ઉત્પાદનો અને રિટેલ અનુભવોને એક સાથે લાવવાના તેમના અભિગમમાં એકબીજાના પૂરક છે,"

રિલાયન્સ સાથે રહીને અમારા ગ્રાહકો સુધી પહોચી શકશું
ગેપના ઇન્ટરનેશનલ, ગ્લોબલ લાઇસન્સિંગ એન્ડ હોલસેલના મેનેજિંગ ડિરેક્ટર એડ્રિએન જર્નાન્ડે જણાવ્યું હતું કે, "અમે મોટા આંતરરાષ્ટ્રીય બજારોમાં ગેપ બિઝનેસમાં વૃદ્ધિ માટે આતુર છીએ. ભારતમાં રિલાયન્સ રિટેલ જેવા પ્રાદેશિક નિષ્ણાતો સાથે ભાગીદારી કરવાથી અમને અમારા ગ્રાહકો સુધી અમારી બ્રાન્ડ સુધી પહોંચવામાં મદદ મળશે. "

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ