બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / MS Dhoni Birthday Along with the cricket pitch, Mahendra Singh Dhoni has a lot of influence in the business sector as well

બર્થ-ડે સ્પેશ્યલ / માત્ર ક્રિકેટ જગત જ નહીં, આ ક્ષેત્રમાં પણ MS ધોની મારી રહ્યો છે તાબડતોબ છગ્ગા, નેટવર્થ જાણી આંખો પહોંળી થઇ જશે

Megha

Last Updated: 10:34 AM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટની પીચની સાથે સાથે બિઝનેસ સેક્ટરમાં પણ મહેન્દ્ર સિંહ ધોનીનો ઘણો દબદબો છે. બેટમાંથી રન અને પૈસાનો વરસાદ કરવા ઉપરાંત તે તેની કંપનીઓ અને રોકાણોમાંથી પણ સારી કમાણી કરે છે.

  • મહેન્દ્ર સિંહ ધોની આજે તેમનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યા છે 
  • CSKના કેપ્ટન તરીકે 12 કરોડ રૂપિયા લે ધોની 
  • આટલી છે ધોનીની નેટવર્થ 
  • માહી પાસે મોંઘી કાર અને બાઈકનું કલેક્શન છે 

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે તેમનો જન્મદિવસ છે અને તેઓ 42 વર્ષના થયા છે. ધોનીનો જન્મ 7 જુલાઈ 1981ના રોજ રાંચીમાં થયો હતો. તેણે ક્રિકેટ જગતમાં એવી છાપ છોડી કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તે સૌથી વધુ ચર્ચામાં રહે છે. કમાણીના મામલામાં એમએસ ધોનીની ગણના વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોમાં થાય છે. માહી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ કરોડોની કમાણી કરે છે. ચાલો તેની નેટવર્થ, લાઇસ્ટાઇલ, રોકાણ અને કંપનીઓ વિશે વિગતવાર જાણીએ…

CSKના કેપ્ટન તરીકે 12 કરોડ રૂપિયા લે ધોની 
સૌથી પહેલા વાત કરીએ ક્રિકેટની, જેણે એમએસ ધોનીની લોકપ્રિયતામાં સૌથી વધુ યોગદાન આપ્યું છે. ક્રિકેટની પીચની સાથે સાથે બિઝનેસ સેક્ટરમાં પણ તેનો ઘણો દબદબો છે. બેટમાંથી રન અને પૈસાનો વરસાદ કરવા ઉપરાંત તે તેની કંપનીઓ અને તેના રોકાણોમાંથી પણ સારી કમાણી કરે છે. ધોની IPL ટીમ CSKના કેપ્ટન તરીકે 12 કરોડ રૂપિયા લે છે. 16 આઈપીએલની સિઝન રમીને માત્ર ક્રિકેટ દ્વારા લગભગ 178 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

આટલી છે ધોનીની નેટવર્થ 
જો મહેન્દ્ર સિંહ ધોનીની પ્રોપર્ટીની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર તે લગભગ 1040 કરોડ રૂપિયાના માલિક છે. આમાં ક્રિકેટમાંથી કમાણી ઉપરાંત, તેમાં કંપનીઓની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, કંપનીઓમાં કરેલા તેમના રોકાણમાંથી વળતર અને અન્ય વ્યવસાયમાંથી આવકનો સમાવેશ થાય છે. ક્રિકેટ અને એડવર્ટાઈઝીંગ ઉપરાંત તેણે અનેક સ્પોર્ટિંગ અને ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર બિઝનેસ ફર્મ્સમાં રોકાણ કર્યું છે. તેમની અંદાજિત માસિક આવક લગભગ 4 કરોડ રૂપિયા છે. 

તેમના રાજ્યના સૌથી મોટા ટેક્સપેયર
એમએસ ધોનીની કમાણીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેઓ ઝારખંડમાં સૌથી મોટા ટેક્સપેયર પણ બની ગયા છે. ધોનીએ આ સ્થાન પહેલીવાર હાંસલ કર્યું નથી. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ્યા બાદથી મહેન્દ્ર સિંહ ધોની સતત ઝારખંડના સૌથી મોટા આવકવેરા ચૂકવનાર તરીકે રહ્યા છે. ધોનીએ 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2022-23માં 38 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ચૂકવ્યો છે. એક આ રિપોર્ટ અનુસાર ધોની લગભગ 30 ફેમસ બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. 

લક્ઝરી હાઉસ અને ફાર્મહાઉસ
એમએસ ધોની પાસે રાંચી અને દેહરાદૂનમાં કરોડોની કિંમતનું ઘર છે. તે પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા સાથે ઝારખંડના રાંચીમાં ફાર્મહાઉસમાં રહે છે. રાંચીમાં જ તેણે 43 એકરનું ફાર્મહાઉસ બનાવ્યું છે, જ્યાં તે ઓર્ગેનિક ખેતી કરે છે. આ સિવાય ધોનીના અન્ય મહત્વપૂર્ણ રોકાણોમાં હોટેલ માહી રેસિડેન્સી અને ઓર્ગેનિક ફાર્મિંગનો સમાવેશ થાય છે. તેમની હોટેલ હોમટાઉન રાંચીમાં છે. 

માહી પાસે મોંઘી કાર અને બાઈકનું કલેક્શન પણ છે 
એમએસ ધોની પાસે કારનું ઉત્તમ કલેક્શન છે અને તેમાં એક કરતા વધુ લક્ઝરી અને મોંઘા વાહનોનો સમાવેશ થાય છે. તેની પાસે Hummer H2, AudiQ7, Land Rover, Ferrari 599GTO, NissanJonga, mercedes Benz GLE, Rolls Royas Silver Shadow જેવી કાર છે. ધોનીને માત્ર કાર જ નહીં બાઈકનો પણ ખૂબ શોખ છે અને આ કલેક્શન પણ અદ્ભુત છે. આમાં Kawasaki Ninja H2, Harley Davison FatBoy, Ducati 1098 અને Yamaha RD 350નો સમાવેશ થાય છે. 

ધોનીએ પોતાની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટને એવા મુકામ પર પહોંચાડી દીધું જે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તેણે ભારતને ત્રણ મોટી ICC ટૂર્નામેન્ટમાં જીત અપાવી છે. ધોનીના નામે કેટલાક એવા રેકોર્ડ છે, જે આજ સુધી તોડી શક્યા નથી.

- એમએસ ધોની ભારત માટે ત્રણેય ICC લિમિટેડ ઓવર ટ્રોફી ( જીતનાર પ્રથમ અને એકમાત્ર કેપ્ટન છે. ધોનીની કપ્તાનીમાં ભારતે પ્રથમ વખત વર્ષ 2007માં T20 વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો. આ પછી ધોનીની કપ્તાનીમાં ભારત વર્લ્ડ કપ 2011માં ચેમ્પિયન બન્યું હતું. આ પછી ભારતે વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો.

- સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટનશિપ કરવાનો વર્લ્ડ રેકોર્ડ કેપ્ટન કૂલના નામે છે. 15 ઓગસ્ટ, 2020 ના રોજ નિવૃત્તિ પહેલાં, ધોનીએ 200 ODI, 60 ટેસ્ટ અને 72 T20 આંતરરાષ્ટ્રીય એટલે કે કુલ 332 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું.

- વિકેટની પાછળના તેના શાનદાર એક્શન માટે પ્રખ્યાત ધોની બેટ્સમેનને સ્ટમ્પ આઉટ કરવામાં માહેર છે. તેની પાસે 538 મેચોમાં 195 સ્ટમ્પિંગ (ટેસ્ટ 38 + ODI 123 + T20I 34) સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સ્ટમ્પિંગ કરવાનો વિશ્વ રેકોર્ડ છે.

- ધોની એક કેપ્ટન અને વિકેટકીપર સાથે બેટ્સમેન તરીકે રહ્યો છે. ODI ક્રિકેટમાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ એમએસ ધોનીના નામે છે. તેણે વર્ષ 2005માં શ્રીલંકા સામે 183 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી.

- MS ધોનીએ ODI ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં ICC રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. ડેબ્યૂ કર્યા બાદ તે માત્ર 42 ઇનિંગ્સમાં ODI રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ