બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Mother Being Natural Guardian Can Decide Child's Surname": Supreme Court

ન્યાયિક / માતાને બાળકની અટક નક્કી કરવાનો હક, બીજા પતિના પરિવારમાં પણ બાળકને સામેલ કરી શકે- સુપ્રીમ

Hiralal

Last Updated: 10:20 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા એવું જણાવ્યું કે માતા બાળકની કુદરતી વાલી છે અને તેને તેની અટક નક્કી કરવાનો પૂરો હક છે.

  • પતિના મોત બાદ પુનઃલગ્ન કરનારી મહિલા કેસમાં સુપ્રીમનો ચુકાદો
  • કુદરતી વાલી હોવાથી માતાને બાળકની અટક નક્કી કરવાનો હક 
  • બીજા પતિના પરિવારના બાળકને સામેલ કરવાનો પણ મહિલાને અધિકાર 
  • મહિલા ધારે તો તેના બાળકને બીજા કોઈને દત્તક આપી શકે 

મહિલાને સાવકા પિતા તરીકે રેકોર્ડમાં તેના બીજા પતિનું નામ શામેલ કરવાનો નિર્દેશ આપવાના આંધ્રપ્રદેશ હાઈકોર્ટના આદેશને ઉથલાવી નાખતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે માતાને બાળકની અટક નક્કી કરવાનો હક છે. જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને કૃષ્ણ મુરારીની ખંડપીઠે જણાવ્યું હતું કે દસ્તાવેજોમાં મહિલાના બીજા પતિનું નામ "સાવકા પિતા" તરીકે શામેલ કરવાનો હાઈકોર્ટનો નિર્દેશ "લગભગ ક્રૂર અને બુદ્ધિહીન છે. આનાથી બાળકના માનસિક સ્વાસ્થ્ય અને આત્મસન્માન પર ખરાબ અસર પડશે. સુપ્રીમે કહ્યું કે એકમાત્ર કુદરતી વાલી હોવાને કારણે બાળકની અટક નક્કી કરવાનો તથા તેને દત્તક આપવા છોડી દેવાનો પણ માતાને અધિકાર છે. 

બીજા પતિના પરિવારના બાળકને સામેલ કરવાનો મહિલાને હક 

સુપ્રીમની ખંડપીઠે એવું પણ કહ્યું કે પહેલા પતિના અવસાન બાદ જો મહિલા લગ્ન કરે તો તેને બીજા પતિના પરિવારમાં પહેલા પતિના બાળકને સામેલ કરવાનો અને તેની અટક નક્કી કરવાનો હક પણ રહેલો છે. 

પતિના મૃત્યુ પછી ફરી લગ્ન કરનારી મહિલા કેસમાં સુપ્રીમની ટીપ્પણી 
ખંડપીઠ પતિના મૃત્યુ પછી ફરી લગ્ન કરનારી મહિલા અને બાળકના મૃત બાયોલોજિકલ પિતાના માતા-પિતાને બાળકની અટક આપવી જોઈએનહીં તે અંગેનો એક કેસ ચલાવી રહી હતી. ખંડપીઠે કહ્યું હતું કે, પ્રથમ પતિના અવસાન પછી, બાળકના એકમાત્ર કુદરતી વાલી હોવાને કારણે, માતાને તેના નવા પરિવારમાં બાળકનો સમાવેશ કરવા અને અટક નક્કી કરવા પર કાયદેસર રીતે ન રોકી શકાય.

પુનર્લગ્ન પછી માતા બાળકને દત્તક આપે કે અટક આપે તેમાં કંઈ ખોટું નથી 
ખંડપીઠે કહ્યું કે નામ મહત્વનું છે કારણ કે બાળક તેની ઓળખ તેમાંથી મેળવે છે અને માતાના પુનર્લગ્ન પછી, બાળકને તેના બીજા પતિની અટક આપી હોય અથવા બાળકને તેના પતિને દત્તક આપવાનું હોય તેમાં કશું ખોટું નથી. બાળક તમામ અધિકારો ગુમાવે છે અને તેના કુદરતી માતાપિતા અને સંબંધીઓને લગતી તમામ ફરજોથી વંચિત રહે છે. નવા કુટુંબમાં, બાળક કુદરતી રીતે જન્મેલા બાળક જેવું છે, જેમાં મૂળ જન્મેલા સભ્યના તમામ અધિકારો અને જવાબદારીઓ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ