બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ભારત / વિશ્વ / More Than 100 Billion Animals Are Eaten Every Year

અકલ્પનીય / VIDEO : કયું પશું-પંખી કેટલું ખવાય છે તેનો ચોંકાવનારો વીડિયો આવ્યો, આંકડો 100 બિલિયનને પાર

Hiralal

Last Updated: 05:21 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર વર્ષે 100 બિલિયન પશુ-પંખીઓને મારી ખાવામાં આવે છે જેના આંકડા આપતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  • વર્ષે ખાવા માટે 100 બિલિયન પશુ-પંખીઓની કતલ
  • સૌથી વધુ ચિકનની કતલ, 19 અબજ 
  • 1.5 અબજ ગાયોને પણ મારી ખાવામાં આવે છે 

દુનિયામાં માત્ર જીભના સ્વાદ ખાતર કરાતા પ્રાણીઓની કતલના આંકડા ખૂબ ચોંકાવનારા છે. દર વર્ષે 100 બિલિયન પશુ-પંખીઓને ખાવા માટે મારી નાખવામાં આવે છે અને હૈયુ કંપી જાય તેવા પ્રાણીઓને પણ લોકો મારી ખાય છે. દુનિયામાં મોટા પ્રમાણમાં માંસાહાર વધી રહ્યો છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. 

સૌથી વધુ ચિકનની કતલ, 19 અબજ 
દુનિયામાં વર્ષે ખાવા માટે કેટલા પ્રાણીઓ અને પશુઓની કતલ કરવામાં આવે છે તેના એક વીડિયોમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યાં છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં દુનિયામા ખવાતા પશુ-પંખીઓ અને બીજા જીવજંતુઓના આંકડા આપવામાં આવ્યાં છે. ફાર્મમાં ઉછેરવામાં આવતા પશુ-પંખીઓ ચિકન (19 અબજ), ગાય (1.5 અબજ), ઘેટાં (1 અબજ) અને ડુક્કર (1 અબજ) છે. વાયરલ વીડિયો મુજબ, મરઘા સૌથી ટોપ પર છે. દૈનિક ગણતરી ખૂબ જ મોટી છે - દરરોજ 205 મિલિયન ચિકનને મારીને ખાઈ જવામાં આવે છે. દર મિનિટે 140,000 થી વધુ ચિકનની કતલ કરવામાં આવે છે.

કયા પ્રાણીઓની કેટલી સંખ્યા 
 ટોચ પરના અન્ય પ્રાણીઓમાં સાર્ડિન્સ (દર વર્ષે 14 અબજ), ઝીંગા (દર વર્ષે 3 અબજ), બતક (2.9 અબજ) અને હંસ (2.1 અબજ) નો સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે દર વર્ષે બે અબજ ઓક્ટોપસ અને 100 મિલિયન શાર્કને પણ મારી ખાવામાં આવે છે.  લગભગ 1.5 અબજ ડુક્કરોને મારી નાખવામાં આવે છે. 

ભૂંડના માંસને બદલે સૌથી વધારે પ્રમાણમાં ચિકનનો ઉપયોગ 
ભૂંડના માંસને બદલે સૌથી વધારે પ્રમાણમાં ચિકન ખવાય છે.  ચિકન, બતક, હંસ, ટર્કી અને મરઘાંનો હિસ્સો માત્ર 12 ટકાથી વધીને વિશ્વભરમાં ખાવામાં આવતા તમામ માંસના ત્રીજા ભાગ સુધી પહોંચી ગયો છે. સૌથી લોકપ્રિય લાલ માંસ, બીફ, છેલ્લા 50 વર્ષમાં તેનો વૈશ્વિક હિસ્સો લગભગ અડધો થઈ ગયો છે, જે 22 ટકા થઈ ગયો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ