બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / More than 10 members and MLAs who left Congress and joined BJP are in touch with gujarat congress - Sukhram Rathwa

તડજોડ / ગુજરાત કોંગ્રેસના દિગજ્જ નેતાના દાવાથી ભાજપમાં ખળભળાટ, 10 કરતાં વધુ ભાજપના MLA તોડવાના આપ્યા સંકેત

Vishnu

Last Updated: 06:47 PM, 21 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા 10 કરતા વધુ સભ્યો અને ધારાસભ્યો અમારા સંપર્કમાં - સુખરામ રાઠવા

  • વિરોધ પક્ષ નેતા સુખરામ રાઠવાનો ચોંકાવનારો દાવો
  • કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા ધારાસભ્યો અમારા સંપર્કમાં-રાઠવા
  • 10 કરતા વધુ સભ્યો અને ધારાસભ્યો અમારા સંપર્કમાં -રાઠવા

ગુજરાતમાં કોંગ્રેસના ઉદયની વાત તો દૂર છે. પરંતુ કોંગ્રેસ પોતાના જેટલા ધારાસભ્યો છે તેટલાને પણ સાચવી લે તો પણ બસ છે.. આવું કહેવું ન જોઈએ.. પરંતુ વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસના ધારાસભ્યો કેસરિયો ધારણ કરશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. ત્યારે વિરોધ પક્ષ નેતા સુખરામ રાઠવાએ ચોંકાવનારો દાવો કર્યો છે.અને મીડિયા સમક્ષ ખુલાસો કર્યો છે કે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. કપરાડામાં આદિવાસી વિરોધ રેલીમાં સુખરામ રાઠવાએ આ ઘટસ્ફોટ કર્યો છે.

શું કહ્યું વિરોધ પક્ષ નેતા સુખરામ રાઠવાએ?
ભાજપમાં અંદરખાને જે ચાલી રહ્યું છે. આખીને આખી સરકાર બદલી કાઢી, કેટલાક ધારાસભ્યો પહેલા કોંગ્રેસ છોડી ગયા તેઓ પણ અમારા સંપર્કમાં છે. આ ભાજપ વાળા નવી જનરેશનને ટિકિટ આપવાના છે ઘણા બધા હાલ ભાજપના ચાલુ ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે. હાલ તો તમને 10 સંખ્યા કહું છું પણ એનાથી પણ વધારે ભાજપથી અસંતુષ્ટ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. ભાજપના મોવડી મંડળના ધારાસભ્યો, મહામંડળના નેતાઑ તેમજ પૂર્વ ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે. 

નરેશ પટેલને CM બનાવવા અંગે કોંગ્રેસ મોવડી મંડળ નક્કી કરશે-રાઠવા
નરેશ પટેલ પર પણ સવાલ કરવામાં આવતા સુખરામ રાઠવાએ જવાબ આપતા કહ્યું હતું કે નરેશ પટેલ  કોંગ્રેસમાં આવે તો 2022માં કોંગ્રેસ સરકાર બનાવશે, પણ નરેશ ભાઈને CM બનાવવા અંગે કોંગ્રેસ મોવડી મંડળ નક્કી કરશે. 

2 વર્ષ પહેલા 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા
ઉલ્લેખનીય છે કે, 2020 માં, કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું, પાછળથી જૂન 2020 માં, કોંગ્રેસના તમામ આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોનો આ ટ્રેન્ડ જૂનો છે. તાજેતરમાં જ કોંગ્રેસના 5 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. ગુજરાતમાં હવે કોંગ્રેસના 65 ધારાસભ્યો બચ્યા છે. કોંગ્રેસે ભાજપ પર છેડછાડની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે હવે આ ધારાસભ્યો વળતાં પાણી કરશે તેવા સંકેત વિરોધ પક્ષ નેતા સુખરામ રાઠવાએ આપ્યા છે.

સંયમ લોઢાના દાવાથી ગુજરાત કોંગ્રેસ હચમચી ગઈ
મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર અને સિરોહીના ધારાસભ્ય સંયમ લોઢાના નિવેદનને કારણે દિલ્હી સહિત રાજસ્થાનમાં રાજકીય હલચલ વધી ગઈ છે. સંયમ લોઢા છેલ્લા કેટલાક સમયથી પોતાની જ સરકાર પર હુમલો કરી રહ્યા છે. તેની વચ્ચે હાલમાં જ સંયમ લોઢાએ એક ટ્વિટ કરીને ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ પડવાની શક્યતા વ્યક્ત કરી હતી મહત્વનું છે કે, સંયમ લોઢાએ 18મી માર્ચે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022, ભાજપની નજર કોંગ્રેસના 10 ધારાસભ્યો પર છે. સ્વસ્થ રહો, સતર્ક બનો. લોઢાએ સ્પષ્ટપણે ગુજરાત કોંગ્રેસમાં ભાંગફોડની શક્યતા વ્યક્ત કરી હતી. લોઢાએ પોતાના ટ્વીટમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યા હતા

છેલ્લા દસ વર્ષમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ 58 નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા 
જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે ત્યારે કોંગ્રેસ તૂટે અને ભાજપમાં જોડાઇ હોય તે પ્રકારની બાબતો સામે આવે છે.એક દાયકાની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ  કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપનું કમળ પકડી રહ્યા છે. છેલ્લા દસ વર્ષમાં કોંગ્રેસના દિગ્ગજ 58 નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ ચૂક્યા છે.જેમાં ધારાસભ્ય, સંસદ સભ્ય હોય સહકાર ક્ષેત્રે જોડાયેલા હોય તેવા નેતાઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા હોવાના પુરાવા છે. આમ તો ગુજરાતમાં મોટા પ્રમાણમાં કોંગ્રેસ તૂટવાની શરૂઆત  2007થી થઈ છે. રાજ્યસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય તે સમયે નારાજગીનું ઊઠે અને કોંગ્રેસનું ભંગાણ થઈ અને ભાજપમાં ભળે છે,જેને  ભાજપનાં નેતાઓ ભાજપનાં સશનની સ્પષ્ટ છબી ગણાવે છે.

ભાજપમાં આ દિગ્ગજોની કપાઈ શકે છે ટિકિટ
ભાજપ આ વખતે સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે. ભાજપ મોટે ભાગે જૂના નેતાઓની ટિકિટ કાપવાના મૂડમાં દેખાઇ રહી છે. મિશન 2022 અતંર્ગત યુવાનોને પ્રમોટ કરવાનો ભાજપનો પ્લાન છે. ભાજપ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં યુવાનોને તક આપવા માટેની તૈયારી કરી રહ્યું છે. જૂના મંત્રીઓ અને વિવાદમાં આવેલા ચહેરાઓના નામની ભાજપ ટિકિટ સમયે વેતરણ કરે એવી શક્યતાઓ દેખાઇ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, જે જૂના નેતા અને મંત્રીઓ છે તેમાંથી વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પ્રદિપસિંહ જાડેજા, આર.સી.ફળદૂ, સૌરભ પટેલ અને કિરીટસિંહ રાણાની ટિકિટ કપાઈ શકે છે.

ભાજપ જુના મંત્રીઓ અને વિવાદમાં આવેલા ચહેરાઓનું કપાઈ શકે પત્તુ?

  • વિજય રૂપાણી, નીતિન પટેલના નામ પર લાગી શકે છે કાતર
  • ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પ્રદિપસિંહ જાડેજા
  • આર.સી.ફળદૂ, સૌરભ પટેલ, કિરીટસિંહ રાણા, કૌશિક પટેલ, પુરષોત્તમ સોલંકી
  • નીમાબેન આચાર્ય, રાઘવજી પટેલ, બાબુ જમના પટેલ, જેઠા ભરવાડ
  • બાબુ બોખીરીયા, રમણ પાટકર, આત્મારામ પરમાર, યોગેશ પટેલ
  • મોહન ઢોળીયા, બચુ ખાબડ, શંભુજી ઠાકોર, કિશોર ચૌહાણ, ધનજી પટેલ
  • પરષોત્તમ સાબરીયા, જીતુ ચૌધરી, ગજેન્દ્રસિંહ પરમાર, મધુ શ્રીવાસ્તવ, ગોવિંદ પરમાર
  • વર્તમાન સરકારના ચારથી વધુ મંત્રીઓ ઉંમરના કારણે કપાશે
  • કોંગ્રેસ પણ ઘણા સિટિંગ MLA પર કાતર ફેરવાની ફિરાકમાં 

ભાજપની જેમ કોંગ્રેસ પણ હવે ઉમેદવારોની યાદી તૈયાર કરી રહી છે. જેમાં કોંગ્રેસના અનેક સીટિંગ MLAની ટિકિટ કપાઈ શકે છે. 1 ડઝન જેટલાં કોંગ્રેસના ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે. ઘણા ધારાસભ્યોની ઉંમર થઇ ગઈ હોવાના કારણે ટિકિટ કપાશે. કેટલાં MLAની પક્ષમાં સારી કામગીરી નથી તેની પણ નોંધ લેવાઈ છે. યુવા અને પીઢ બંને ચહેરાઓનું જિલ્લાઓમાં કોમ્બિનેશન બનશે.

કોંગ્રેસના અનેક સીટિંગ MLAની કપાઇ શકે છે ટિકિટ

  • નાથા પટેલ- ધાનેરા
  • મહેશ પટેલ- પાલનપુર
  • ભરત ઠાકોર- બેચરાજી
  • અનીલ જોશીયારા- ભીલોડા
  • લાખા ભરવાડ- વિરમગામ
  • ભીખા જોશી- જૂનાગઢ
  • કાળુ ડાભી- કપડવંજ
  • મોહનસિંહ રાઠવા- છોટાઉદેપુર
  • સંજય સોલંકી- જંબુસર
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ