બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ખોરાક અને રેસીપી / Monsoon kitchen hacks 6 tricks to keep sugar salt moisture free

લાઇફસ્ટાઇલ / હવે ચોમાસામાં પણ ખાંડને નહીં લાગે ભેજ, બસ ફૉલો કરો આ 6 ટ્રિક્સ, કિડીઓ પણ દૂર રહેશે

Bijal Vyas

Last Updated: 08:21 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાય વાર ખાંડ અને મીઠું પણ ભેજ લાગવાના કારણે ખરાબ થઈ જાય છે. ત્યારે આવા સમયે ભેજ લાગવાના કારણે ખાંડ ચિકણી થઈ જાય છે.

  • આ સિઝનમાં ખાંડ અને મીઠું પણ ભેજ લાગવાના કારણે ખરાબ થઈ જાય છે
  • ખાંડના ડબ્બામાં 7થી 8 લવિંગ નાખી દો
  • ખાંડવાળી બરણીમાં તમે તજના એકબે ટુકડા રાખી મુકો

Monsoon kitchen tricks: વરસાદની સિઝન આમ તો મજાની હોય છે પણ સતત કેટલાય દિવસ સુધી વરસાદ થવાના કારણે પુર જેવી સ્થિતિ બની જાય છે. એટલું જ નહીં ચોમાસામાં બહારની સાથે સાથે ઘરમાં રાખેલી વસ્તુઓને પણ નુકસાન થાય છે. આ સિઝનમાં હ્યૂમિડિી વધવાથી ન ફક્ત દીવાલો, બારીઓ, દરવાજામાં ભેજના કારણે ખરાબ થવા લાગે છે, પણ રસોડામાં રાખેલી વસ્તુઓ, મસાલા, ખાવા-પીવાની ચીજો ખરાબ થવા લાગે છે. કેટલાય વાર ખાંડ અને મીઠું પણ ભેજ લાગવાના કારણે ખરાબ થઈ જાય છે. ત્યારે આવા સમયે ભેજ લાગવાના કારણે ખાંડ માં ચીકાશ થઈ જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન હોવ અને રસોડામાં રાખેલી ખાંડ અથવા મીઠું ખરાબ થઈ ગયું હોય તો કે ખરાબ ના થાય તે પહેલા તમે આ ટિપ્સ અપનાવી શકો છો, તો આવો જાણીએ વિગતે....

ખાંડ,મ મીઠાથી ભેજ દૂર રાખવાની 6 પદ્ધતિ
1. મોટા ભાગે વરસાદના દિવસોમાં ખાંડ વાતાવરણમાં વધારે ભેજ હોવાના કારણે ચિકણી થઈ જાય છે. તેનાથી ખાંડનો સ્વાદ ખરાબ થઈ જાય છે. ઘણી વાર લોકો તેને ઉપયોગ પણ કરી શકતા નથી. આપ ખાંડના ડબ્બામાં 7થી 8 લવિંગ નાખી દો. અને એક કપડામાં બાંધીને રાખી મુકી દો. તેનાથી ખાંડમાં ભેજ લાગશે નહીં અને ફ્રેશ તથા એકદમ ડ્રાઈ રહેશે.

આર્થિક તંગી અને બગડેલા સંબંધો સુધારી શકે છે મીઠું, બસ આ રીતે ઘરે જ અજમાવો  નાનકડો ઉપાય | vastu defects use salt in bathroom vastu tips

2. જે ડબ્બામાં ખાંડ રાખતા હોય તો તેનું ઢાંકણ ઢીલુ હશે તો ખાંડમાં ભેજ લાગી જશે. સારા કંટેનરમાં ખાંડ અથવા મીઠું રાખી મુકો. મીઠું, ખાંડ રાખવા માટે કાચના કંટેનર અથવા બરણીનો ઉપયોગ કરો. તેમાંથી ભેજ નહીં લાગે અને ડ્રાઈ રહેશે.

3. મોટા ભાગે લોકો ભીના હાથે અથવા ભીની ચમચીથી ખાંડ કાઢતા હોય છે. આવું ન કરો નહીં પાણીના કારણે તેમાં ભેજ લાગી જશે. સુકી ચમચીથી જ ખાંડ કાઢો. તેનાથી હાઈઝીન પણ મેન્ટેન રહેશે. ખાંડ કાઢ્યા બાદ ઢાંકણ હંમેશા ટાઈટ બંધ કરો.

4. જે બરણીમાં આપ ખાંડ અથવા મીઠું સ્ટોર કરો છો, તેમાં એક કપડામાં ચોખાના થો઼ડા દાણા નાખીને બાંધી દો. ચોખા ભેજને સુકવવાનું કામ કરી શકે છે. તેનાથી વરસાદની સિઝનમાં પણ ડ્રાઈ રહેશે.

Topic | VTV Gujarati

5. ખાંડવાળી બરણીમાં તમે તજના એકબે ટુકડા રાખી મુકો. તમે ઈચ્છો તો મીઠામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તજની સુગંધ પણ તેમાં જશે અને તેને ભેજ રહિત સુકુ રાખશે.

6. જે પણ કંટેનર અથવા બરણીમાં આપ ખાંડ અથવા મીઠું રાખો છે, તેમાં બ્લોટિંગ પેપર સારી રીતે નાખીને લગાવી દો. ત્યાર બાદ ખાંડ નાખો, બ્લોટિંગ પેપર ભેજને સુકવવાનું કામ કરે છે. આ રીત અપનાવી જુઓ, ખાંડ, મીઠામાં ભેજ નહીં લાગે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ