ઈન્ટરનેટ પર દરરોજ પ્રાણીઓના ઘણા વીડિયો વાયરલ થાય છે. એવામાં આપણા પૂર્વજ માનવામાં આવતા વાનર પણ ક્યા પાછળ રહી જાય. સોશિયલ મીડિયામાં એક વાનરનો વીડિયો યુઝર્સને ખૂબ હસાવી રહ્યો છે.
વાનર પોતાના માલકિનની કરી રહ્યો છે મદદ
બીન્સને તોડતી વખતે વાનરને ખૂબ મહેનત કરવી પડે છે
વાનરનો વીડિયો જોઈને યુઝર્સ હસી રહ્યાં છે
વાનરની નિર્દોષ હરકત પર તમને હસવુ આવશે
વાનર એકબીજાની નકલ કરવામાં માહેર હોય છે. સોશિયલ મીડિયામાં તમે ઘણા એવા વીડિયો જોયા હશે જેમાં વાનર એકબીજાની નકલ ઉતારતા હોય છે. પરંતુ આ વીડિયો થોડો અલગ છે. આ વીડિયોમાં વાનરનું પરાક્રમ જ કઈક અલગ છે. જેને જોઇને વાનરની નિર્દોષ હરકત પર પણ તમને હસવુ આવશે અને તમે તેને વારંવાર જોવાનુ પસંદ કરશો.
વાનર મોંઢૂ બગાડીને કરે છે કામ
વીડિયોમાં જોઇ શકાય છે કે વાનર ઘરના કોઈ પણ રૂમમાં બેસીને ખૂબ મહેનત કરી રહ્યો છે. વાનરની સામે એક મોટા વાસણમાં ઘણા બધા બીન્સ રાખ્યા છે. આ બીન્સને વાનર ધ્યાનપૂર્વક તોડી રહ્યો છે. એવુ લાગી રહ્યું છે કે કામ કરવા માટે વાનરને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. બીન્સને તોડતી વખતે વાનરના એક્સપ્રેશન્સ ખરેખર જોવાલાયક છે. થોડો સમય વાનર આમતેમ જોવે છે અને પછી ફરીથી બીન્સને તોડવામાં જોડાય છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે ચહેરાના હાવભાવ દરેક વખતે લીજેન્ડ્રી છે. આ ફની વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.
વીડિયોને શેર કર્યા બાદ થોડા દિવસો બાદ તેને 5.5 મિલિયનથી પણ વધુ વખત જોવામાં આવ્યો છે. એટલું જ નહીં, બે હજારથી વધુ લોકોએ તેને રીટ્વિટ પણ કર્યો છે અને 9 હજારથી પણ વધુ લોકોએ વીડિયોને પસંદ પણ કર્યો છે.