દેશભરમાં કરોડો ખેડૂતો માટે ચાલતી સ્કિમના નિયમો બદલાઇ ગયા છે. જો તમે પણ ખેડૂત છો તો ફટાફટ કરી લો આ કામ નહીતર તમારા ખાતામાં પૈસા નહી આવે.
મોદી સરકારે બદલ્યા આ યોજનાના નિયમો
હવે આ ડૉક્યુમેન્ટ આપવા ફરજીયાત
છેતરપિંડીના કિસ્સા રોકવા માટે બનાવ્યા નિયમ
શું આવ્યા બદલાવ
પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમના રજીસ્ટ્રેશન માટે હવે તમારે રેશન કાર્ડની જરૂર પડશે. તમે રેશન કાર્ડ વગર રજીસ્ટ્રેશન કરાવી શકશો નહી. આ સ્કીમમાં થઇ રહેલી છેતરપિંડીના કારણે સરકારે નિયમોમાં ફેરફાર કરવો પડ્યો છે.
હવે આપવા પડશે આ ડોક્યુમેન્ટ
જો તમે PM કિસાન યોજના હેઠળ પહેલી વાર રજીસ્ટ્રેશન કરાવી રહ્યાં છો તો તમારે રેશન કાર્ડ નંબર અપલોડ કરવાનો રહેશે, તે સિવાય PDF પણ અપલોડ કરવાની રહેશે. હવે આધારકાર્ડ, બેન્ક પાસબૂક અને ઘોષણાપત્રની હાર્ડકોપી જમા કરવાની અનિવાર્યતાને ખતમ કરી દેવામાં આવી છે. રજીસ્ટ્રેશન પહેલાથી આસાન થઇ જશે અને છેતરપિંડીના કિસ્સા પણ બંધ થઇ જશે.
આ તારીખે આવશે પૈસા
સરકારે પીએમ કિસાન યોજનાનો 10મો હપ્તો ક્યારે આપવો તેની તારીખ નક્કી કરી દીધી છે. તમે પણ આજે જ રજીસ્ટ્રેશન કરાવી લો જેથી 10મો હપ્તો તમને મળી શકે. કેન્દ્ર સરકાર 15 ડિસેમ્બર 2021 સુધીમા 10મો હપ્તો આપવાની યોજના બનાવી રહી છે. સરકારે ગયા વર્ષે 25 ડિસેમ્બર 2020ના રોજ પૈસા ટ્રાંસફર કર્યા હતા.