બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Modi government preparing to make biggest announcement for farmers before 2024 elections

મોટા સમાચાર / 2024ની ચૂંટણી પહેલા ખેડૂતો માટે સૌથી મોટું એલાન કરવાની તૈયારીમાં મોદી સરકાર, હજારો કરોડની વ્યવસ્થામાં લાગ્યું નાણામંત્રાલય

Priyakant

Last Updated: 12:56 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Kisan Scheme News: નાના ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે મોદી સરકાર, આ યોજનાથી સરકારને 20,000 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે

  • નાના ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે મોદી સરકાર 
  • PM કિસાનની રકમ 6000 રૂપિયાથી વધારીને 8000 રૂપિયા કરી શકે
  • આ યોજનાથી સરકારને 20,000 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે

PM Kisan Scheme : મોદી સરકાર નાના ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે. વાત જાણે એમ છે કે, 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM કિસાનની રકમ 6000 રૂપિયાથી વધારીને 8000 રૂપિયા કરી શકે છે. આ બાબતથી વાકેફ બે અધિકારીઓના જણાવ્યા અનુસાર સરકાર નાના ખેડૂતોને વર્ષમાં ત્રણ હપ્તામાં આપવામાં આવતી PM કિસાન સન્માન નિધિની રકમ 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા કરવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે.

PM કિસાન સન્માન નિધિમાં આ અપડેટ પર નામ ન આપવાની શરતે આ અધિકારીઓએ એક ખાનગી મીડિયા હાઉસને કહ્યું કે, આ મામલો હજી વિચારણા હેઠળ છે. જો તે મંજૂર થાય છે તો આ યોજનાથી સરકારને 20,000 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે. આ ચાલુ નાણાકીય વર્ષમાં માર્ચ 2024 સુધીના કાર્યક્રમ માટે 60,000 કરોડ રૂપિયાના બજેટ ઉપરાંત હશે. જોકે નાણા મંત્રાલયના પ્રવક્તા નાનુ ભસીને આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

File Photo

ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નબળો ચોમાસાનો વરસાદ નોંધાયો છે, જેના કારણે આ વર્ષે મુખ્ય પાકોનું નબળું ઉત્પાદન થઈ શકે છે. ડિસેમ્બર 2018માં સબસિડી કાર્યક્રમ શરૂ થયા બાદથી મોદી સરકારે 11 કરોડ લાભાર્થીઓને કુલ 2.42 લાખ કરોડ રૂપિયા આપ્યા છે.

LPG સબસિડી બાદ હવે ગરીબ પરિવારોને રાહત આપવા.... 
અધિકારીઓ હવે DBT પ્રોગ્રામ હેઠળ વધુ ખેડૂતોને સામેલ કરવા નિયમો હળવા કરવાની ચર્ચા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ દરખાસ્તો પર અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. સરકાર ગરીબ પરિવારોને રાહત આપવા માટે અન્ય પગલાં પણ લઈ રહી છે, જેમ કે આવતા વર્ષે મફત અનાજ કાર્યક્રમનો વિસ્તાર કરવો અને નાના શહેરી આવાસ માટે સબસિડીવાળી લોન પર વિચારણા કરવી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ