બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Miraculously survived after the accident... But Rishabh Pant has made this mistake twice before

બચાવ / અકસ્માત બાદ ચમત્કારથી બચ્યો જીવ... પણ રિષભ પંતે પહેલા પણ બે વાર કરી છે આ ભૂલ

Vishal Khamar

Last Updated: 07:17 PM, 30 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતનો માર્ગ અકસ્માતમાં આબાદ બચાવ થયો છે. અકસ્માતમાં તેમનું વાહન ડિવાઈડર સાથે અથડાતાં બળીને રાખ થઈ ગયું હતું.

  • સ્ટાર ક્રિકેટર ઋષભ પંતનો માર્ગ અકસ્માતમાં આબાદ બચાવ થયો
  • પહેલા સ્પીડમાં વાહન ચલાવવા બદલ મેમો ફાટ્યો પણ છે
  • રિષભ પંતને માથા, પીઠ અને પગમાં ઈજા થઈ 

ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંત શુક્રવારે વહેલી સવારે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર રોડ ડિવાઈડર સાથે અથડાયા બાદ તેની લક્ઝરી કારમાં આગ લાગી ત્યારે તે બચી ગયો હતો.હરિદ્વાર જિલ્લાના મેંગ્લોરમાં થયેલા અકસ્માતમાં 25 વર્ષીય રિષભ પંતને માથા, પીઠ અને પગમાં ઈજા થઈ હતી, પરંતુ તેની હાલત સ્થિર છે.ડિવાઈડર સાથે અથડાયા બાદ પંતની કારમાં આગ લાગી હતી.દરમિયાન, પંથની ડ્રાઇવિંગ શૈલીને લઈને પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. અગાઉ પણ કાર સ્પીડમાં ચલાવવા બદલ મેમો ફાટી ચૂક્યો છે.

બે વખત મેમો ફાટ્યો છે
ઉત્તર પ્રદેશમાં ઋષભ પંતને વધુ ઝડપે વાહન ચલાવવા બદલ એક નહીં પરંતુ બે વખત મેમો ફાટ્યો છે. આ વર્ષે 22 ફેબ્રુઆરીએ ઋષભ પંતની મર્સિડીઝ કારે ટ્રાફિકના નિયમો તોડ્યા હતા.ઓવર સ્પીડમાં દોડતી મર્સિડીઝ કાર (DL10CN1717) રોડ પર લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી.આ માટે પંતને 2000 રૂપિયાનું ચલણ મોકલવામાં આવ્યું હતું, જે હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી. 

બસના ડ્રાઈવર અને બાકીના સ્ટાફે કારમાંથી બહાર કાઢ્યો
કહેવામાં આવી રહ્યું છે કે પંત સવારે 5.30 વાગ્યે ઝોકું આવી ગયું હતું. જેના કારણે આ અકસ્માત થયો હતો. હરિયાણા રોડવેઝની બસના ડ્રાઈવર અને બાકીના સ્ટાફે તેને સળગતી કારમાંથી બહાર કાઢ્યો હતો. સવારે 5.30 વાગ્યે તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. તેમને રૂડકીની સક્ષમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી તેમને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોનું કહેવું છે કે પંતને માથા અને ઘૂંટણમાં ઈજા થઈ છે. ઇજાઓને સાજા થવામાં બેથી છ મહિના લાગે છે.  

નવા વર્ષ પર ઘરે જઈને તેની માતાને સરપ્રાઈઝ આપવા માંગતા હતા
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પંત નવા વર્ષ પર ઘરે જઈને તેની માતાને સરપ્રાઈઝ આપવા માંગતા હતા.પંતની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉત્તરાખંડ સરકાર ઉઠાવી રહી છે.ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓ પાસેથી પંતની સ્થિતિ વિશે નવીનતમ માહિતી લીધી અને તેની સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવા સૂચના આપી.પંતે અત્યાર સુધીમાં 2,271 રન બનાવ્યા છે.તેણે 30 વનડે અને 66 ટી-ટ્વેન્ટીમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.તેણે અત્યાર સુધીમાં 33 ટેસ્ટ મેચ રમી છે જેમાં પાંચ સદી અને 11 અડધી સદી ફટકારી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ