બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / microsoft software engineer works as a rapido driver in his free time to kill boredom

એકલતા / લોકો ખરેખર આટલા બધા એકલા છે? માઇક્રોસોફ્ટનો એન્જિનિયર બન્યો ડ્રાઈવર, કહાની જાણીને લાગશે નવાઈ

Premal

Last Updated: 01:32 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગલુરૂના એક માણસે માઈક્રોસોફ્ટ જેવી દિગ્ગજ કંપનીમાં કામ કર્યા બાદ પણ રેપિડો ડ્રાઈવર બનાવવાનો નિર્ણય કર્યો. આખરે તેની પાછળનુ કારણ શું છે?

  • માઈક્રોસોફ્ટના સૉફ્ટવેર એન્જિનિયરે બનવુ પડ્યુ ડ્રાઈવર
  • તે માત્ર નવા લોકો સાથે વાતચીત કરવા માટે બાઈક ચલાવે છે
  • માઈક્રોસૉફ્ટમાં સૉફ્ટવેર એન્જિનિયરની પોઝીશન પર કામ કરે છે

નવા લોકોને મળવા માટે એન્જિનિયર ચલાવે છે રેપિડો બાઈક

કોર્પોરેટ સેક્ટરમાં નોકરી કરનારા કર્મચારી એક સમય બાદ પોતાના ડેલી રૂટીનથી કંટાળી જાય છે. દરરોજ સવારે ઉઠવુ, ઓફિસે જવુ, પછી પાછુ ફરવુ અને ખાવાનુ ખાઈને ઉંઘી જવુ. કર્મચારીઓ માટે આ રૂટીન બોરિંગ હોવાની સાથે-સાથે માનસિક દબાણ આપનારું પણ હોઇ શકે છે. એવામાં કર્મચારીઓ પોતાની એકલતાને દૂર કરવા માટે અલગ-અલગ પ્રકારના ઉપાય કરે છે. કોઈ પોતાની એકલતાથી છૂટકારો મેળવવા માટે રજા પર જતા રહે છે, તો કોઈ જિમ જવાનુ શરૂ કરી દે છે.  આ ઉપરાંત ઘણા લોકો કેમ્પિંગ, હાઈકિંગ અથવા પાર્ટી કરવાનો સહારો લે છે, કારણકે તેની એકલતા દૂર થઇ શકે. 

એન્જિનિયરનો ડ્રાઈવર તરીકે કામ કરવાનો નિર્ણય અચરજભર્યો

જો કે, બેંગ્લોરના એક વ્યક્તિએ માઈક્રોસૉફ્ટ જેવી દિગ્ગજ કંપનીમાં કામ કરનારા એક વ્યક્તિને એવી ઘટના સંભળાવી છે, જેને જાણીને તમે હેરાન રહી જશો. નિખિલ શેઠ નામના એક ટ્વવિટર યુઝરે ટ્વિટ કરી ગજબ કહાનીને શેર કરી છે. નિખિલે જણાવ્યું કે બેંગ્લોરમાં એક એવો રેપિડો ડ્રાઈવર છે, જે માત્ર નવા લોકો સાથે વાતચીત કરવા માટે ડ્રાઈવર તરીકે કામ કરે છે. માઈક્રોસોફ્ટ જેવી કંપનીમાં કામ કરનારા માણસ ડ્રાઈવર તરીકે કામ કરવાનો નિર્ણય અચરજભર્યો લાગે છે. ઉપરથી ડ્રાઈવરના રૂપમાં કામ કરવાનુ કારણ વધુ હેરાન કરનારું છે, કારણકે માઈક્રોસૉફ્ટમાં સૉફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરનારા માણસનો પગાર લાખોમાં હોય છે. 

માઈક્રોસૉફ્ટ એન્જિનિયર નિકળ્યો ડ્રાઈવર 

ખરેખર, એક દિવસ નિખિલે ક્યાક જવા માટે રેપિડો બુક કરાવી અને તેને પિક કરવા માટે આવેલા ડ્રાઈવર સાથે તે નિકળી પડ્યો. રસ્તામાં તેણે પોતાના ડ્રાઈવર સાથે વાતચીત કરી. આ દરમ્યાન તેને ખબર પડી કે તેનો ડ્રાઈવર ભણેલો-ગણેલો એન્જિનિયર છે, જે બેંગ્લોરમાં માઈક્રોસૉફ્ટમાં સૉફ્ટવેર એન્જિનિયરની પોઝીશન પર કામ કરે છે. નિખિલે ટ્વિટ કર્યુ, મારો રેપિડો ડ્રાઈવર માઈક્રોસૉફ્ટમાં SDET છે. તેમણે મને જણાવ્યું કે તે માત્ર નવા લોકો સાથે વાતચીત કરવા અને હૉબીરૂપે વીકેન્ડ દરમ્યાન બાઈક ચલાવે છે. નિખિલ શેઠની આ કહાની હવે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ