બ્રેકિંગ ન્યુઝ
Nikul
Last Updated: 02:30 PM, 27 February 2021
ADVERTISEMENT
મેચની હાર માટે પીચ જવાબદાર
ઈંન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ બે દિવસમાં પૂરી થઈ ગઈ છે. ઈંગ્લેન્ડનાં પૂર્વ દિગ્ગજે મેચ બે દિવસમાં પૂરી થઈ જવા માટે પીચને જવાબદાર ઠેરવી રહ્યા છે. ઈંગ્લેન્ડનાં પૂર્વ કેપ્ટન માઇકલ વોને તો આઇસીસી પર ગંભીર આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે, આઈસીસી ભારતને આવી પીચો બનાવવામાં માટે છુટ આપે છે અને તે તેની સામે બેઅસર જોવા મળે છે.
ADVERTISEMENT
No winners this week ... My reasons why the @ICC have to act fast to stop India & other teams producing very poor pitches in the future https://t.co/hoxBhFF4fB @TelegraphSport !! #INDvENG
— Michael Vaughan (@MichaelVaughan) February 26, 2021
ઈંગ્લેન્ડ બીજી ઈનિંગમાં 81 રને ઓલઆઉટ થઈ હતી
ઈંગ્લેન્ડે અમદાવાદ ટેસ્ટમાં ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 112 રન બનાવ્યા જ્યારે બીજી ઈનિંગમાં 81 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ખરાબ બેટીંગને લીધે મેચનાં બીજા જ દિવસે ઈંગ્લેન્ડે 10 વિકેટથી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જેનાં લીધે ભારત સિરીઝમાં 2-1થી આગળ આવી ગયુ છે.
ટેસ્ટ ક્રિકેટને થઈ રહ્યુ છે નુક્સાન
વોનનું કહેવુ છે કે, બીસીસીઆઈની સામે આઈસીસી બેઅસર જોવા મળે છે. ભારત જેવા શક્તિશાળી દેશોને તેનાં માટે આપવામાં આવે છુટને લીધે તેની સામે આઈસીસી હવે વધારે બેઅસર જોવા મળે છે. વોને બીસીસીઆઈ પ્રતિ નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, ભારત જે પ્રકારે પીચ તૈયાર કરવા માંગે છે તેને રમતનું સંચાલન કરતી સંસ્થા છુટ આપે છે અને તેનાંથી ટેસ્ટ ક્રિકેટને નુક્સાન પહોંચે છે.
ખેલાડીઓ સ્પિન રમવામાં નાકામ રહ્યા
બીજી તરફ ભારતનાં દિગ્ગજ ખેલાડી અને કેપ્ટન કોહલીએ અમદાવાદની પીચનો બચાવ કર્યો છે. કેપ્ટન વિરાટ કોહલી સહિત દિગ્ગજ ખેલાડીઓ માની રહ્યાં છે કે બે દિવસમાં રમત પૂરી થવામાં પીચ કરતા ખેલાડીઓને દોષ આપવો જોઈએ કેમકે તેઓ સ્પિનને રમવામાં નાકામ રહ્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.