બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorologist Ambalal Patel's prediction regarding cyclonic storm 'Tej'

વાતાવરણ / ચક્રવાત સર્જાશે, ઠંડી વધી શકે, લો પ્રેશર બનશે...., જુઓ શું કહે છે હવામાન નિષ્ણાંત અંબાલાલની નવી આગાહી

Malay

Last Updated: 12:50 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Predictions of Ambalal Patel: ચક્રવાતી તોફાન 'તેજ'ને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, વાવાઝોડાનો ટ્રેક 22 ઓક્ટોબર પછી સ્પષ્ટ થશે.

  • અરબ સાગરમાં ચક્રવાતમાં વેલમાર્ક લો પ્રેશર બનશે 
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 
  • અરબ સાગરમાં મજબૂત ચક્રવાત બનશેઃ અંબાલાલ

Cyclone Tej Update: દક્ષિણ અરબી સમુદ્રમાં આ દિવસોમાં એક ચક્રવાતી તોફાન ઉઠ્યું છે. જેને હવામાનશાસ્ત્રીઓએ 'તેજ' નામ આપ્યું છે. અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાનના કારણે દેશના પશ્ચિમ કિનારા પર તેની અસર થવાની ધારણા છે. જોકે, ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું છે કે ચક્રવાતી તોફાન તેજની ગુજરાત પર કોઈ અસર નહીં થાય. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ જણાવ્યું કે, 22 ઓક્ટોબરથી ચક્રવાત સર્જાશે અને સાયક્લોન ઓમાન તરફ ફંટાશે, ચક્રવાતનો ટ્રેક 22 ઓક્ટોબર પછી સ્પષ્ટ થશે.

વાવાઝોડાથી લઇને ચોમાસા પર અંબાલાલની મોટી આગાહી, જાણો ગુજરાતમાં ક્યારથી  પધારશે મેઘરાજા | Ambalal's Big Forecast on Cyclone to Monsoon

અહીં રહેશે વાદળછાયું વાતાવરણ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં પશ્ચિમ વિક્ષેપ આવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 24 ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં પણ હવાનું દબાણ સર્જાશે. અરબ સાગરમાં મજબૂત ચક્રવાત બનશે. ચક્રવાતની ગતિવિધી 150 કિમીથી વધુની હોઈ શકે છે. 

No description available.

26થી 28 ઓક્ટોબરે હવામાન પલટાતા ઠંડી વધશે
તેઓએ જણાવ્યું કે, પશ્ચિમ વિક્ષેપ આવશે તો ઠંડી ઘટશે. જો પશ્ચિમ વિક્ષેપ હટે તો ઠંડી વધી શકે છે. દિવાળીમાં પશ્ચિમ વિક્ષેપ હટવાના કારણે ઠંડી વહેલી પડશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, 22, 23 ઓક્ટોબર દક્ષિણ ભારતનું હવામાન પલટાશે, જ્યારે 24, 25 ઓક્ટોબરે પશ્ચિમ ભારતનું હવામાન પલટાશે અને 26થી 28 ઓક્ટોબરે ઉત્તર ભારતનું હવામાન પલટાતા ઠંડી વધશે.

ગુજરાત પર અસર નહીં થાયઃ IMD
તો દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા ચક્રવાતી તોફાન 'તેજ'ની ગુજરાત પર કોઈ અસર નહીં થાય. ભારતીય હવામાન વિભાગ (IMD)ના એક અધિકારીએ આ માહિતી આપી છે. IMDએ કહ્યું છે કે ક્યારેક-ક્યારેક ચક્રવાત પણ પોતાનો રસ્તો બદલી નાખે છે. 22 ઓક્ટોબરની સાંજ સુધીમાં તેના ભયંકર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થઈને દક્ષિણ ઓમાન અને યમનના દરિયાકાંઠા તરફ આગળ વધવાની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું કે, ચક્રવાત 'તેજ' પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશાની તરફ આગળ વધશે. આવી સ્થિતિમાં તેની ગુજરાત, જે પશ્ચિમમાં છે, તેના પર કોઈ અસર નહીં થઈ શકે. આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં હવામાન સૂકું રહેશે. રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ કહ્યું કે હાલમાં ચક્રવાત તેજ કોઈ ખતરો નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ