બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Meteorologist Ambalal Patel has predicted a new round of rain

અનુમાન / વલસાડ, નવસારી સહિત આ જિલ્લાઓમાં 15 ઈંચ, વરસાદ ખાબકશે, અંબાલાલની અતિભારે આગાહી, ગુજરાત આખુંય રડારમાં

Kishor

Last Updated: 06:50 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદના નવા રાઉન્ડ અંગે આગાહી કરવામાં આવી છે, જેમાં 7થી 12 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ નોધાઇ તેવું જણાવ્યું છે.

  • ગુજરાતમાં આગામી 7થી 12 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી
  • કેટલાક જિલ્લાઓમાં એલર્ટ

ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજા ધળબળાટી બોલાવશે એવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. ગુજરાતમાં આગામી 7થી 12 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડશે. તો કેટલાક સ્થળોએ તો પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. તો દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ખાબકશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના દરિયા કિનારના ભાગમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ

પ્રાપ્ત વિગત મુજબ રાજ્યમાં આગામી 7થી 12 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ખાસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે, દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો ભારે વરસાદના કારણે કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તો સૌરાષ્ટ્રના દરિયા કિનારના ભાગમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર તથા કચ્છના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવા આવી છે.

આણંદમાં 4-4 ઈંચ વરસાદની શક્યતા
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બનાસકાંઠામાં 8 ઈંચથી વધુ, પાટણ, મહેસાણા, વડોદરા, આણંદમાં 4-4 ઈંચ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. તો વલસાડ, નવસારી, સુરત, ડાંગમાં 15 ઈંચથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદની આગાહીની અસર જોવા રાજ્યના વાતાવરણમાં જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકા પટ્ટી પર વરસાદની શરૂઆત થઇ ચુકી છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ