બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorological department predicts rainfall in Gujarat in September

આગાહી / મેઘસવારીને લઇ ખુશખબર: આજે અમરેલી, નવસારી, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી

Malay

Last Updated: 09:18 AM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain Forecast in Gujarat: ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • વરસાદની રાહ જોતા ખેડૂતો માટે મહત્વના સમાચાર
  • આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી
  • કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં ઘણા લાંબા સમયથી મેઘરાજાની રાહ જોવાઈ રહી છે. જુલાઈમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ સમગ્ર ઓગસ્ટ મહિનો કોરો-કોરો નીકળી ગયો, હવે સપ્ટેમ્બરમાં ખેડૂતો સારા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે હવે ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદ તો અમુકમાં ભારે ઠંડીની આગાહી: શિયાળુ પાક લેતા  ખેડૂતો જાણી લેજો | In Gujarat the Meteorological Department has predicted  cold wave along with ...

7થી 9 સપ્ટેમ્બર દરમિયાન વધશે વરસાદનું જોર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. આ અઠવાડિયે દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંગાળની ખાડીમાં લોપ્રેશર સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં 7થી 9 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનું જોર વધશે.

આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ, ભાવનગર, અમરેલી, દાહોદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરતમાં વરસાદની આગાહી છે.  આજે આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

ગુજરાતના આ વિસ્તારોમાં આજે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગે શું કરી મોટી  આગાહી | It will rain in some parts of gujarat today weather update

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
આપને જણાવી દઈએ કે, સપ્ટેમ્બરમાં કેટલાક હવામાન નિષ્ણાંતો દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે, ગુજરાતમાં વરસાદી સિસ્ટમ 6 સપ્ટેમ્બરથી મજબૂત બનશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 6થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. 10થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "અખાત્રીજના પવન પરથી અંબાલાલ  પટેલની આગાહી, અખાત્રીજ ના દિવસે નૈઋત્ય અને પશ્ચિમ તરફનો રહ્યો છે, ચોમાસું  ગુજરાતમાં ...

આ વિસ્તારોમાં પડશે વરસાદ!
તેઓએ જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન પંચમહાલ, ભરૂચ, સાપુતારામાં વરસાદની આગાહી છે. તો વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગરમાં પણ વરસાદ વરસશે. તો આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. તેઓએ કહ્યું કે, ઓક્ટોબર મહિનામાં હવાનું દબાણ ઉત્પન્ન થવાથી વરસાદ રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ