બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / meet patron heroic bomb sniffing ukrainian dog saved hundreds lives got medal

યુક્રેની શ્વાન / યુક્રેનની સેનાનો હીરો બન્યો એક શ્વાન, બચાવ્યા સેંકડો લોકોના જીવ, બદલામાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ શું કર્યું જુઓ

Premal

Last Updated: 08:02 PM, 9 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્વાન હકીકતમાં માણસના સૌથી સારા મિત્ર હોય છે અને આ વારંવાર સાબિત થતુ રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પણ શ્વાને સૌ કોઈનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

  • રશિયાની વિરુદ્ધ યુદ્ધ નાયક બન્યું યુક્રેની શ્વાન
  • દેશ માટે સાહસ અને વીરતાનો પરિચય આપ્યો
  • શ્વાનની સેવાના માધ્યમથી અસંખ્ય લોકોના જીવ બચ્યાં

કીવથી એક પ્રેમાળ યુદ્ધ નાયક શ્વાન સામે આવ્યું

ત્રણ મહિનાથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે કીવથી એક પ્રેમાળ યુદ્ધ નાયક શ્વાન સામે આવ્યું છે. જેણે પોતાના દેશ માટે સાહસ અને વીરતાનો પરિચય આપી મિસાલ કાયમ કરી છે. સરાહનીય સેવાના માધ્યમથી આ શ્વાને અસંખ્ય લોકોના જીવ બચાવ્યાં છે. અમે વાત કરી રહ્યાં છે યુક્રેનના સ્નિફિંગ ડૉગ પૈટ્રનની. રશિયા આક્રમણ વચ્ચે પેટ્રને અનેક લેન્ડ માઇન બોમ્બ શોધી કાઢ્યા છે અને જોખમ પગેલા યુક્રેની સેનાને સંતર્ક કરી દીધી. પૈટ્રનને યુક્રેની રાષ્ટ્રપતિ વલોડિમીર જેલેન્સ્કીએ મેડલથી નવાજ્યુ છે. 

યુદ્ધ નાયક

રાષ્ટ્રપતિ વલોડિમીર જેલેન્સ્કીએ હાલમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના યુક્રેન પ્રવાસ દરમ્યાન પૈટ્રન અને તેના સંરક્ષકને મેડલથી નવાજ્યા છે.

શોધી કાઢ્યા 200થી વધુ બોમ્બ

જેક રસેલ ટેરિયર બ્રીડના સ્નિફર ડૉગ પૈટ્રનને 200થી વધુ લેન્ડ માઇન બોમ્બ શોધી કાઢ્યા છે. પૈટ્રનને 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધ બાદથી ઘણા હુમલાને રોકવાનો શ્રેય આપવામાં આવ્યો છે. 

પૈટ્રન માટે પાડવામાં આવી તાળી

વાસ્તવિક જીવનના સુપરહીરો પૈટ્રનને જ્યારે મેડલથી નવાજવામાં આવ્યો હતો ત્યારે તેણે ભસીને અને પોતાની પૂંછડીને હલાવીને બધાનુ દિલ જીતી લીધુ. પૈટ્રનની ક્યુટનેસ જોઇને ત્યાં ઉપસ્થિત રહેલા લોકો હસી પડ્યા. ટ્રુડોએ પણ પૈટ્રનના ખૂબ વખાણ કર્યા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ