medicine companies should avoid free gifts to doctors
સુપ્રીમ કોર્ટ /
હવે દવા કંપનીઓ પાસેથી મફતની વસ્તુઓ લઈ નહીં લઈ શકે ડોક્ટર્સ , સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Team VTV10:28 AM, 23 Feb 22
| Updated: 12:24 PM, 23 Feb 22
સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે, દવાઓના વેચાણ વધારવા માટે દવા કંપનીઓે દ્વારા ડોક્ટર્સને મફતની વસ્તૂઓ આપવી કાયદાકીય રીતે સ્પષ્ટપણે પ્રતિબંધિત છે.
દવા કંપનીઓ દ્વારા આપવામાં આવતી ગિફ્ટ પર નિર્ણય
ડોક્ટર્સને લઈને કહી આ વાત
ડોક્ટર્સ અને દર્દી વચ્ચે વિશ્વાસનો હોય છે સંબંધ
સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે, દવાઓના વેચાણ વધારવા માટે દવા કંપનીઓે દ્વારા ડોક્ટર્સને મફતની વસ્તૂઓ આપવી કાયદાકીય રીતે સ્પષ્ટપણે પ્રતિબંધિત છે. તેની સાથે જ વડી અદાલતે એપેક્સ લેબોરેટરીઝ પ્રાઈવેટ લિમિટેડની અરજી રદ કરી દીધી. તેમાં કંપનીએ ડોક્ટર્સને મફત વસ્તુઓ આપવા પર થયેલા ખર્ચ પર અધિનિયમ અંતર્ગત ટેક્સ કપાતની માગ કરી હતી.
કોર્ટે ચિંતાજનક માહોલ ગણાવ્યો
જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટની પીઠે કહ્યું કે, આ જન મહત્વ અને અત્યંત ચિંતાનો માહોલ છે, જ્યારે એ સામે આવે છે કે, દવા કંપનીઓ દ્વારા મફતમાં આપવામાં આવતા સિક્કા, ફ્રીઝ, એલસીડી ટીવીથી લઈને વિદેશ યાત્રા જેવી ગિફ્ટના બદલામાં એક ડોક્ટર્સના પ્રિસ્ક્રિપ્શનમાં હેરાફેરી કરવામાં આવે છે.
મફત વસ્તુ લેવાથી દૂર રહો
પીઠ તરફથી ચૂકાદો લખનારા જસ્ટિસ ભટે કહ્યું કે, મફતની વસ્તુઓ ટેકનિકલી રીતે મફત નથી. સામાન્ય રીતે મફત ગણાતી આ વસ્તુઓની કિંમત દવામાં શામેલ હોય છે, જેથી તેમની કિંમત વધી જાય છે, અને જેનાથી લોકો માટે સતત ચાલું એક ખતરનાક ચક્ર ઉભું થાય છે. પીઠે કહ્યું કે, પ્રભાવી જેનેરિક દવાના બદલામાં આવી દવાઓના પરામર્શ પર સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પર સંસદી સ્થાયી સમિતિએ પણ ધ્યાન દોર્યું હતું. વડી અદાલતે કહ્યું કે, ડોક્ટરને પોતાના દર્દી સાથે વિશ્વાસનો સંબંધ હોવો જોઈએ.
ડોક્ટર્સના આ કામથી જનતાનો થાય છે મરો
દર્દીની સારવારમાં ડોક્ટર્સના પરામર્શને અંતિમ માનવામાં આવે છે. ભલે તેનો ખર્ચ દર્દીના સામર્થ્યથી બહાર કેમ ન હોય, માંડ માંડ પહોંચી વળે, દર્દીનો ડોક્ટર્સ પર વિશ્વાસ એ સ્તર હોય છે. કોઈ પણ ખોટી રીતે નફો કમાવાની પરવાનગી હોવી જોઈએ નહીં, પીઠે કહ્યું કે, ડોક્ટર્સને આવી ગિફ્ટ અને મફતમાં મળતી વસ્તુ લેવાની મનાહી છે અને તેમને અપાતી વસ્તુ અથવા દાતા પર પણ કોઈ છૂટ નથી.
હાઈકોર્ટના આદેશને પડકાર
વડી અદાલતે એવી પણ ટિપ્પણી એપેક્સ લેબોરેટરીઝની મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી અપીલને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે આવક અધિકારીઓના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી હતી. ઈન્કમ ટેક્સ અધિકારીઓએ કંપની દ્વારા મફતમાં વહેંચાતી વસ્તુઓ પર કરવામાં આવેલા ખર્ચ પર કર કપાતનો લાભ આપવાની પણ ના પાડી દીધી હતી.