બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Medal after 16 years in hockey, history made in triple jump, Indians covered in Commonwealth Games! Won 5 more golds

CWG 10th Day / હોકીમાં 16 વર્ષ પછી મેડલ, ટ્રીપલ જમ્પમાં રચાયો ઇતિહાસ, કોમનવેલ્થ ગેમ્સમાં છવાયા ભારતીયો! વધુ 5 ગોલ્ડ જીત્યા

Megha

Last Updated: 10:15 AM, 8 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બર્મિગહમમાં ભારતે અત્યાર સુધી કુલ 18 ગોલ્ડ,15 સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. 10માં દિવસે કોને કોને મેડલ જીત્યા. ચાલો જાણીએ..

  • ભારતના કુલ મેડલની સંખ્યા 50 ને વટાવી ગઇ
  • 18 ગોલ્ડ,15 સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલ જીત્યા છે

બર્મિગહમમાં ચાલી રહેલ કોમનવેલ્થ ગેમ્સ 2022ના દસમા દિવસે એટલે કે 7 ઓગસ્ટનો દિવસ ભારત માટે બેસ્ટ દિવસ રહ્યો હતો. એ દિવસ ભારતના ખેલાડીઓએ 5 ગોલ્ડ મેડલ સહિત ખૂલ 15 મેડલ ભારતનાં નામે કર્યા હતા. એ સાથે જ ભારતના કુલ મેડલની સંખ્યા 50 ને વટાવી ગઇ હતી. બર્મિગહમમાં ભારત અત્યાર સુધી કુલ 18 ગોલ્ડ,15 સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલ જીતી ગયું છે. 10માં દિવસે કોને કોને મેડલ જીત્યા. ચાલો જાણીએ.. 

1. હોકીમાં 16 વર્ષ પછી બ્રોન્ઝ
ભારતીય મહિલા હોકી ટીમે બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. નિર્ધારિત સમય સુધી મેચ 1-1 થી બરાબર રહી હતી. આ પછી ભારતીય ટીમે શૂટઆઉટમાં 2-1થી જીત મેળવી હતી. ભારતીય મહિલા હોકી ટીમે 16 વર્ષ બાદ કોમનવેલ્થમાં મેડલ જીત્યો છે.

2. મહિલા બોક્સિંગમાં નીતુને ગોલ્ડ
બોક્સિંગમાં નીતુએ મહિલાઓનાં 45-48 કિલો વજન વર્ગની ફાઇનલમાં ઇંગ્લિશ બોક્સર ડેમી જેડ રેઝટનને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. તેણે આ મેચ એકતરફી રીતે જીતી હતી. પાંચ જજોએ સર્વસંમતિથી નીતુને 5-0થી વિજય જાહેર કરી હતી.

3. પુરુષ બોક્સિંગમાં અમિત પંખાલને ગોલ્ડ
મેન્સ ફ્લાયવેટ કેટેગરીની (48-51 કિગ્રા) ફાઇનલમાં અમિતે ઇંગ્લેન્ડના કિરન મેકડોનાલ્ડને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. અમિતે ઇંગ્લિશ બોક્સરને 5-0થી હરાવ્યો હતો.

4. ટ્રિપલ જમ્પમાં એલ્ડોસ પોલને ગોલ્ડ
પુરુષોની ટ્રિપલ જમ્પમાં ભારતીય એથ્લેટ એલ્ડોસ પૉલે 17.03 મીટરના જમ્પ સાથે ગોલ્ડ જીત્યો હતો. ટ્રિપલ જમ્પમાં ગોલ્ડ જીતનાર કોમનવેલ્થ ઇતિહાસમાં તે પ્રથમ ભારતીય બન્યો હતો.

5. ટ્રિપલ જમ્પમાં અબ્દુલ્લા અબુબકરને સિલ્વર
પુરુષોની ટ્રિપલ જમ્પમાં ભારતના અબ્દુલ્લા અબુબકરે 17.02 મીટરના જમ્પ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. તે ભારતનાં જ એલ્ડોસ પોલ કરતાં માત્ર .01 મીટર પાછળ રહ્યો હતો.

6. સંદીપ (બ્રોન્ઝ)
પુરુષોની 10000 મીટર વોકમાં સંદીપે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે પોતાની રેસ 38:42.33 મિનિટમાં પૂરી કરી. કેનેડાના ઇવાન્સે 38.37.36 મિનિટમાં રેસ પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

7. ભાલા ફેંકમાં અન્નુ રાનીને બ્રોન્ઝ
મહિલાઓની ભાલા ફેંક સ્પર્ધામાં અન્નુ રાનીએ 60 મીટર દૂર બરછી ફેંકીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અહીં ઓસ્ટ્રેલિયાની કેલ્સીએ 64 મીટરના અંતર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

8. બોક્સિંગમાં નિખત ઝરીનને ગોલ્ડ
નિખત ઝરીને બોક્સિંગમાં મહિલાઓની 48-50 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ઉત્તરી આયર્લેન્ડના કાર્લીને એકતરફી મેચમાં હરાવી હતી. પાંચ જજોએ સર્વસંમતિથી નિખતને 5-0થી વિજેતા જાહેર કરી હતી.


9. ટેબલ ટેનિસ મેન્સ ડબલ્સમાં શરથ કમલ અને સાથિયન ગણનાશેકરનને સિલ્વર
ટેબલ ટેનિસ મેન્સ ડબલ્સમાં શરથ કમલ અને સાથિયાન ગણનાશેકરનની જોડીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ જોડી ફાઈનલ મેચમાં ગોલ્ડથી ચુકી ગઈ હતી. તેમને ઈંગ્લેન્ડના ડ્રિંકહોલ પોલ અને લિયામ પિચફોર્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

10. સ્ક્વોશ મિક્સ ડબલ્સમાં દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલને બ્રોન્ઝ
દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોસાલે સ્ક્વોશના મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ જોડીએ બ્રોન્ઝ મેડલના મુકાબલામાં ઓસ્ટ્રેલિયાના લોબાન ડોના અને પીલે કેમરોનને 2-0થી હરાવ્યા હતા.

11. કિદામ્બી શ્રીકાંતને બેડમિન્ટનમાં બ્રોન્ઝ
કિદામ્બી શ્રીકાંતે મેન્સ સિંગલ બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સેમિફાઇનલમાં હાર્યા બાદ તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં સિંગાપુરના જિયા હેંગ તેહને સતત ગેમમાં 21-15, 21-18થી હરાવ્યો હતો.

12. મહિલા ક્રિકેટ ટીમ ફાઇનલમાં હારી, પહેલી વખત જીત્યો સિલ્વર
ભારતીય મહિલા ક્રિકેટ ટીમને તેની ગોલ્ડ મેડલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે 9 રને રોમાંચક હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ભારતીય ટીમ ગોલ્ડ તો ચૂકી ગઈ પરંતુ સિલ્વર મેડલ જીતી ગયો.

13. ટેબલ ટેનિસની મિક્સ્ડ ડબલ્સમાં અચંતા શરથ કમલ – શ્રીજા અકુલાને ગોલ્ડ મેડલ
ટેબલ ટેનિસની મિક્સ્ડ ડબલ્સમાં ભારતીય જોડી અચંતા શરથ કમલ અને શ્રીજા અકુલાએ મલેશિયાની જવાન ચુંગ અને કેરેન લીનને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. ફાઈનલ મેચમાં આ જોડીએ 11-4, 9-11, 11-5, 11-6થી જીત મેળવી હતી.

14. ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદને બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ
ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ પુલેલાની જોડીએ બેડમિન્ટન મહિલા ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મેચ જીતી હતી. આ જોડીએ ઓસ્ટ્રેલિયાની સુઆન યુ, વેન્ડી ચેન અને સોમરવિલેની જોડીને સતત ગેમમાં 21-15, 21-18થી પરાજય આપ્યો હતો.

15. સાગર અહલાવતને બોક્સિંગમાં સિલ્વર
સાગર અહલાવતે બોક્સિંગની હેવીવેઇટ કેટેગરીમાં 92 કિગ્રા કેટેગરીમાં સિલ્વર જીત્યો હતો. ફાઇનલમાં સાગરને ઇંગ્લેન્ડના ડેલિશિયસ ઓરી દ્વારા 5-0થી હરાવ્યો હતો અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ