બ્રેકિંગ ન્યુઝ
VTV / Mask no more compulsory during air travel but passengers should preferably use them: Govt
Hiralal
Last Updated: 08:24 PM, 16 November 2022
ADVERTISEMENT
દેશમાં કોરોના ઢલાન પર છે. ઘટી રહેલા કેસોને પગલે હવે સરકારે હવાઈ પ્રવાસીઓને એક મોટી રાહત આપી છે. અત્યાર સુધી તો વિમાનમાં મુસાફરી કરનાર લોકો માટે વિમાનમાં માસ્ક પહેરી રાખવું ફરજિયાત હતું પરંતુ હવે સરકારે નિયમ દૂર કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે હવાઈ મુસાફરી દરમિયાન માસ્કનો ઉપયોગ ફરજિયાત નથી, પરંતુ કોરોના નવાયરસના કેસોની ઘટતી સંખ્યા વચ્ચે મુસાફરો હવાઈ સફરમાં માસ્ક પહેરી રાખે તો વધારે સારુ. નિર્ધારિત એરલાઇન્સને મોકલેલા સંદેશામાં, મંત્રાલયે જણાવ્યું હતું કે હવેથી ફક્ત ફ્લાઈટ એવા કિસ્સામાં મુસાફરોને ફરજિયાત માસ્ક પહેરવો આગ્રહ રાખશે કે જેમાં તેને કોરોનાનો ખતરો લાગતો હોય.
In view of the threat posed by COVID-19, all passengers should preferably use mask/face covers. Any specific reference to fine/penal action need not be announced as part of the inflight announcements: Ministry of Civil Aviation pic.twitter.com/V4yrH5x77Z
— ANI (@ANI) November 16, 2022
ADVERTISEMENT
Mask no more compulsory during air travel but passengers should preferably use them: Govt
— Press Trust of India (@PTI_News) November 16, 2022
માસ્ક પહેર્યા વગર પણ થઈ શકશે મુસાફરી
સરકારે નિયમ હટાવ્યો હોવાથી હવેથી મુસાફરો માસ્ક પહેર્યાં વગર વિમાનમાં મુસાફરી કરી શકશે. અત્યાર સુધી તો માસ્ક વગગર પ્રવાસ કરનાર મુસાફરને વિમાનમાં બેસાડવામાં આવતા નહોતા કે તેમની પાસેથી મોટો દંડ લેવામાં આવતો હતો.
દેશમાં ઘટ્યા કોરોના કેસ
દેશમાં હાલમાં કોરોના કેસ ઢલાન પર છે અને તેથી સરકારે એક મોટા નિયમમાં છૂટ આપી છે. લોકો પણ હવે કોરોનાના ખૌફમાંથી બહાર આવ્યાં છે અને સામાન્ય જિંદગી જીવવા લાગ્યાં છે. આવી સ્થિતિમાં બીજા નિયમોમાં પણ છૂટ મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.