મારૂતિની અલ્ટો 800ને જો દેશની કાર જાહેર કરવામાં આવે તો ખોટું નથી. મારૂતિની આ કારએ દેશના ઘણા બધા લોકોનું કારનું સપનું પૂરું કર્યું છે અને ઘણી વખત મોંઘી લક્ઝરી ગાડીઓને માત આપીને નંબર વનનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. પરંતુ સામાન્ય નાગરિકની આ કાર રસ્તા પર થોડાક દિવસોની મહેમાન છે.
વાસ્તવમાં કપની આ કારના પ્રોડક્શનને બંધ કરવા જઇ રહી છે. 2012માં મારૂતિ 800ના ફેસલિફ્ટ વર્ઝન તરીકે એને લોન્ચ કરી હતી ત્યારબાદથી સતત આ કારનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. મારૂતિની આ કાર ભારતની બેસ્ટ સેલિંગ ગાડીઓમાંથી એક છે. જો કે કંપની એને BS6 એન્જીન સાથે 2020માં ફરીથી લોન્ચ કરવાનો વિચાર કરી રહી છે. વાસ્તવમાં મારૂતિ સુઝુકી કંપની હવે ભારતના નવા એમિશન નોર્મ્સની જેમ ગાડીઓનું નિર્માણ કરવા પર વિચાર કરી રહી છે. જેમાં દરેક ગાડીઓના એન્જીનને BS6 કમ્પાઇલેન્ટ બનાવવામાં આવશે. એટલા માટે કંપની હવે પોતાની જૂની મોડલ કારના પ્રોડક્શનને બંધ કરવા જઇ રહી છે.
કાર કંપનીઓ માટે જૂના મોડલની કારોના ફ્યુચર સ્ટાન્ડર્ડના નિયમ અનુસાર ડિઝાઇન કરવા એક પડકારપૂર્ણ કામ છે જેમાં ગાડીઓની ફરીથી ડિઝાઇન કરવાની હોય છે. જેમાં ઘણો બધો સમય અને પૈસા થાય છે. કારમાં ABS અને એરબેગ્સ જેવા ફીચર જોડવા માટે ફરીથી ડિઝાઇન કરવી પડે છે. જેમાં ઘણો બધો સમય લાગે છે. એની અવેજમાં નવું મોડલ બનાવવું સરળ છે. આવો જ નિર્ણય મારૂતિ ઓમની અને જિપ્સી માટે લેવામાં આવ્યો છે જેનું પ્રોડક્શન બંધ થવા જઇ રહ્યું છે.